દૂધના સેવનથી આપણા શરીરને ઘણા ફાયદા પહોંચે છે. દૂધમાંથી આપણને ઘણા જરૂરી પોષક તત્વો મળે છે. દૂધના મહત્વને સમજવા અને તેને વ્યર્થ ન જવા દેવા માટે, તેના ફાયદાને પ્રતિ જાગરૂક કરવા માટે પ્રતિવર્ષ 1 જૂને વિશ્વ દુગ્ધ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભારતમાં આજે પણ ઘણા બધા લોકો એવા છે, જેમને દૂધ નથી મળી શકતું જેનાથી તેમના શરૂરમાં પોષણની કમી રહી જાય છે.
ત્યારે વિશ્વ દૂધ દિવસે વાત કરીએ તો વલસાડ, નવસારી અને ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ દૂધના કારોબાર સાથે જોડાયેલી છે. વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં રોજનું 9.71 લાખ લીટર દૂધનું ઉત્પાદન થાય છે.
તેમાંથી 2.71 લાખ દૂધ ઘરો, દુકાનોમાં વેચાઈ જાય છે. ડેયરીમાં 7 લાખ લીટર દૂધ જમા થાય છે. તેમાંથી રોજના 3 લાખ લીટર પૈકિંગ કરીને વલસાડ, નવસારી અને ડાંગમાં વેચવા માટે મોકલવામાં આવે છે.
4 લાખ લીટર દૂધ પડોસી રાજ્યો મહારાષ્ટ્ર તેમજ બીજા શહેરોમાં જાય છે. ગુજરાતમાં દૂધ ઉત્પાદનમાં વલસાડ, નવસારી અને ડાંગ સાતમા સ્થાન પર છે. મહિલાઓની ભાગીદારીથી પ્રતિવર્ષ દૂધનું ઉત્પાદન વધી રહ્યું છે. દૂધનું વાર્ષિક ટર્નઓવર 1800 કરોડ છે.
વિશ્વ દૂધ દિવસનો ઈતિહાસ
આ દિવસને મનાવવાની શરૂઆત સન 2001માં થઈ હતી. તેની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. વિશ્વ દૂધ દિવસમાં છેલ્લા કેટલાક વર્ષોથી 70થી વધારે દેશ ભાગ લઈ રહ્યા છે. આ દેશોમાં દૂધના મહત્વને સમજવા માટે ઘણાબધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભારતમાં 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસ મનાવવામાં આવે છે.
આ રીતે મનાવવામાં આવે છે
પ્રતિવર્ષ વિશ્વ દૂધ દિવસ પર અલગ-અલગ દેશોમાં ઘણાબધા કાર્યક્રમોનું આયોજન થાય છે. દૂધના પ્રતિ લોકોને જાગૃત કરવા માટે રેલીઓ કાઢવામાં આવે છે પણ કોરોનાના કારમે આ પ્રકારની કોઈ ગતિવિધિનું હાલ કોઈ આયોજન નથી થઈ રહ્યું. વિશ્વ દૂધ દિવસ પર ઑનલાઈન ચર્ચાઓનું આયોજન જરૂર થશે.