जन मन INDIA
slider news ઈકોનોમી

ICICI અને SBI Card ગ્રાહકો માટે શાનદાર ઓફર, ક્યાંક 50% સુધીની છૂટ તો ક્યાંક 4000નું સીધું ડિસ્કાઉન્ટ

જો તમારું ICICI બેંકમાં ખાતું છે, તો તમારા માટે શોપિંગની શ્રેષ્ઠ તક છે. હાલ બેંક ફ્લાઇટ બુકિંગથી લઈને દવાઓ ખરીદવા પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. તો SBI કાર્ડના ગ્રાહકોને પણ ઘણી ઓફર્સ આપવામાં આવી રહી છે. જો તમે ક્યાંક જવાનું વિચારી રહ્યા છો અથવા તો ફોન લેવાનું વિચારી રહ્યા છો, તો તમને હાલ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમારું ICICI બેંકમાં ખાતુ છે અથવા અથવા તમારી પાસે એસબીઆઈ કાર્ડ છે, તો તમારા માટે ખરીદી કરવાની આ સારી તક છે.

ICICIએ મેઈલ દ્વારા તેના ગ્રાહકોને આ ઓફર વિશે માહિતી આપી છે અને જણાવ્યું છે કે ICICIના ગ્રાહકોને કઇ-કઇ બ્રાન્ડમાં કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત SBI કાર્ડ દ્વારા આ ઓફરની માહિતી તેના official ટ્વીટર એકાઉન્ટ પર આપવામાં આવી છે. ચાલો જાણીએ ક્યાં અને કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ….

ICICIના ગ્રાહકોને અહીં થશે ફાયદો

ICICI તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, ગ્રાહકોને EaseMyTripથી ફલાઈટ બુકિંગ કરવા પર 800 રૂપિયા સુધીનું ઓફ મળશે. આ ઉપરાંત શોપર્સથી શૉપિંગ પર 12 ટકા સુધીનું ઓફ મળશે. તે ઉપરાંત તમે લેનોવોના સ્ટોર્સ અથવા વેબસાઇટ પરથી ખરીદી કરી રહ્યા છો તો તમે MASTEROFFER પ્રોમો કોડ દ્વારા 5 ટકા એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરી શકો છો.

તો ગ્રાહકોને Med LIfe પર 10 ટકા ઓફ આપવામાં આવી રહ્યુ છે અને Zoomcarથી કાર બુક કરાવો છો તો તમને 50 ટકા ડિસ્કાઉન્ટ અપાશે. તમે આ ઓફરનો ફાયદો પ્રોમો કોડ ALMCARD50નો ઉપયોગ કરીને લઈ શકો છો.

SBI Card પર ડિસ્કાઉન્ટ

SBI Card પર ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. SBIએ જાણકારી આપી છે કે જો તમે SBI CARD દ્વારા OnePlus 9 Pro ખરીદી રહ્યા છો તો તમને 4 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. તમે આ ઓફરનો ફાયદો 30 એપ્રિલ 2021 સુધી ઉઠાવી શકો છો.

કાર્ડ વગર કરી શકો છો ટ્રાન્ઝેક્શન

દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક, બેંક ઓફ બરોડા અને ICICI બેંક સહિત કેટલીક બેંક ગ્રાહકોને આ સુવિધા આપી રહી છે. કાર્ડલેશ કૈશ વિડ્રોલ સર્વિસ 24×7 કેશ કાઢવા પર એક સરળ અને સુરક્ષિત રીત છે. આ સુવિધાનો ઉપયોગ ડેબિટ કાર્ડ વગર બેંકના કેટલાક પસંદ કરેલા ATMમાં રોકડ ઉપાડવા પર કરવામાં આવે છે.

 

Related posts

બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવા સોનૂ સૂદની અપીલ, વિદ્યાર્થીઓના સમર્થનમાં કરી આ વાત

ravi chaudhari

અમિતાભ બચ્ચને પોતાના ઘર જલસાને લઈ કર્યો ખુલાસો, જાણો કેટલી ફિલ્મોના થયા છે આ ઘરમાં શુટીંગ

ravi chaudhari

રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ કરી ત્રીજી પોસ્ટ, વિશ્વાસ જાળવી રાખવાની વાત લખી

madhuri rathod

Leave a Comment