Grah Pravesh Rules: સપનાનું ઘર બનાવવું અને પછી તેને સજાવવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ સપનું પૂરું કરવા માટે ઘર બનાવવું પૂરતું નથી. તેમાં સુખ-સમૃદ્ધિ હોવી પણ જરૂરી છે. વ્યક્તિ ત્યારે જ ખુશીથી જીવી શકે છે જ્યારે ઘરમાં શાંતિ અને માતા લક્ષ્મીજીનો વાસ હોય.
હિન્દુ ધર્મમાં ગૃહ પ્રવેશને લઈને કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે.ઘરમાં પ્રવેશતા પહેલા કેટલાક ખાસ મુહૂર્ત કાઢવામાં આવે છે અને તે મુજબ ગૃહ પ્રવેશ કરવામાં આવે છે. ઘરમાં પ્રવેશતા પહેલા ચાલો જાણીએ ગૃહ પ્રવેશના કેટલાક નિયમો વિશે, જેનું પાલન કરવાથી લાભ થાય છે.
ગૃહ પ્રવેશ પહેલા જાણી લો આ જરુરી નિયમ
– જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગૃહ પ્રવેશ પહેલા બ્રાહ્મણ પાસેથી શુભ મુહૂર્ત અવશ્ય કઢાવો.
– એવું માનવામાં આવે છે કે રવિવાર અને શનિવારે ગૃહ પ્રવેશ ન કરવો જોઈએ.
– એવી પણ માન્યતા છે કે હોળી પહેલા ગૃહ પ્રવેશ ન કરવો જોઈએ.
– દિવાળી પહેલા અને નવરાત્રિના દિવસો ગૃહપ્રવેશ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
– ગૃહ પ્રવેશના દિવસે ઉપવાસ રાખવો જોઈએ. સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો અને પરિવારના સભ્યો સાથે ઘરમાં પ્રવેશ કરો.
– શુભ મુહૂર્તમાં ઘરને ફૂલ અને તોરણથી સજાવો.
– એવું માનવામાં આવે છે કે ઘરમાં પ્રવેશતા પહેલા ઘરના દરવાજાને સાફ અને કોરા કપડાથી ઢાંકી દો અને ઘરમાં કળશ સ્થાપિત કરો.
– ગૃહ પ્રવેશ સમયે સૌપ્રથમ દરવાજોની ઉમરાની પૂજા કરો..
– ઉમરાની પૂજા માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ અથવા બ્રાહ્મણોને જ આગળ રાખો.
– પતિ-પત્ની પણ સાથે મળીને આગળ રહી શકે છે.
– ઘરમાં પ્રવેશ કરતી વખતે સૌથી પહેલા જમણો પગ આગળ રાખો.
– આ દિવસે ઘરમાં હવન કરવો જોઈએ અને નવગ્રહ શાંતિ અવશ્ય કરવી જોઈએ.
– એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘરની ગૃહિણીએ સૌથી પહેલા રસોડામાં દૂધ ઉકાળવું જોઈએ.
નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.