જો તમે વર્ક ફ્રૉમ હોમ (Work From Home) કરી રહ્યા છો અને તમને લાગે છે કે ઑફિસવાળા તમારી પાસે પહેલાથી વધારે કલાક સુધી કામ કરાવી રહ્યા છે કે વધારે પ્રેશર નાખી રહ્યા છે તો તમારા માટે ખુશખબરી છે.
ભારત સરકાર ટુંક સમયમાં વર્ક ફ્રૉમ હોમને લઈને કાયદો (Law For Work From Home) બનાવી શકે છે, જેમાં પરિભાષિત કરવામાં આવશે કે કંપનીની પોતાના કર્મચારીના પ્રતિ શું જવાબદારીઓ છે જ્યારે તેઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હશે.
વર્ક ફ્રોમ હોમ માટે નક્કી થશે ફ્રેમવર્ક
ધ ઈકોનૉમિક્સ ટાઈમ્સમાં છપાયેલા એક રિપોર્ટના અનુસાર, ઘણી કંપનીઓ કોવિડ-19ના પ્રકોપના કારણે હજુ પણ પોતાના કર્મચારીઓ પાસે વર્ક ફ્રોમ હોમ કરાવી રહી છે. તેના માટે કોઈ નક્કી ફ્રેમવર્ક નથી.
ઘણીવાર ઘણા કર્મચારી આરોપ લગાવે છે કે તેમની ઑફિસમાં તેમની પાસે વધારે કામ લેવામાં આવે છે પણ એવો કોઈ કાયદો નથી કે જેની મદદ લઈને તેઓ ઑફિસવાળાના શોષણનો વિરોધ કરી શકે.
કાયદામાં કઈ ચીજોને લઈને હશે નિયમ?
માનવામાં આવી રહ્યું છે કે, વર્ક ફ્રૉમ હોમના કાયદામાં કામ કરવાના કલાક નક્કી કરવામાં આવી શકે છે. તદ્દપરાંત વર્ક ફ્રૉમ હોમ દરમિયાન થનારા વિજળી અને ઈન્ટરનેટ જેવા ખર્ચ માટે કંપની પૈસા આપે, એ પણ કાયદામાં નક્કી કરવામાં આવશે. કેન્દ્ર સરકારના એક અધિકારીએ જણાવ્યું કે વર્ક ફ્રૉમ હોમ માટે નિયમ નક્કી કરવામાં આવશે, જેના માટે સરકાર ટૂંક સમયમાં એક્શન લઈ શકે છે.
વર્ક ફ્રૉમ હોમ માટે બનશે વ્યાપક સ્ટ્રક્ચર
અધિકારીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર હવે તમામ ક્ષેત્રો માટે એક વ્યાપક ઔપચારિક સ્ટ્રક્ચર બનાવવા માંગે છે. પુર્તગાલમાં તાજેતરમાં બનાવવામાં આવેલા કાયદાથી વર્ક ફ્રૉમ હોમ કરી રહેલા કર્મચારીઓની વધારે સુરક્ષા મળી છે. પુર્તગાલમાં શ્રમ નિયમોની એક રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આ કાયદાથી કર્મચારીઓના શોષણને રોકવામાં મદદ મળી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં એક સ્થાઈ આદેશના માધ્યમથી સર્વિસ સેક્ટર માટે વર્ક ફ્રૉમ હોમને ઔપચારિક રૂપ આપ્યું હતું, જેનાથી કંપની અને કર્મચારીઓને કામના કલાક અને અન્ય શરતો પર પારસ્પરિક રીતે નિર્ણય લેવાની પરવાનગી મળી હતી.
જો કે સરકારના આ પગલાને એક સંકેત તરીકે જોવામાં આવ્યું હતું કારણ કે સર્વિસ સેક્ટર જેમાં મોટા પાયે IT અને ITES સામેલ છે, પહેલાથી જ વિશેષ પરિસ્થિતિઓમાં કર્મચારીઓ માટે વર્ક ફ્રૉમ હોમ કરવામાં આવ્યું છે.