રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે હવે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. 3 દિવસ બાદ આવી રહેલા આ તહેવારમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તેને ધ્યાને રાખીને નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જે પ્રમાણે જાહેર સ્થળો પર ખુલ્લા મેદાન કે રસ્તા પર એકત્રિત થઈને ભીડમાં પતંગ ચગાવી શકાશે નહીં.
ગાઈડલાઈનમાં જણાવ્યા પ્રમાણે, કોઈપણ વ્યક્તિ પોતાના મકાનના ધાબાં પર પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉત્તરાયણ ઉજવે. સોસાયટી બહારની વ્યક્તિઓ જો કોઈના ઘરે આવીને ઉત્તરાયણ ઉજવે તે ધ્યાનમાં આવશે તો તે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સામે પગલાં લેવાશે.
આ દરમિયાન પોલિસ ડ્રોન અને CCTV કેમેરાથી પોતાના સંબંધિત વિસ્તારોમાં ગાઈડલાઈનનો ભંગ ન થાય તેનું ધ્યાન રાખશે. જો કોઈ સ્થળે આ નિયમોનો ભંગ થતો જણાશે તો એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
Advertisement
ઉત્તરાયણ પર આ નિયમો પાળવાના રહેશે
- ઉત્તરાયણમાં પોતાના પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉજવવી
- સોસાયટી બહારના કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપી શકાશે નહીં
- નિયમના ભંગ બદલ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી સામે કાર્યવાહી થશે
- માસ્ક વિના તહેવાર મનાવવા એકત્રિત થઈ શકાશે નહીં
- જાહેર સ્થળો, ખુલ્લા મેદાન, રસ્તા પર એકત્રિત થઈ શકાશે નહીં
- લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને સેનેટાઈઝરની વ્યવસ્થા રાખવી
- ચાઈનીઝ તુક્કલ, સિન્થેટીક કાચ પાયેલાં માંજા, પ્લાસ્ટિક દોરી અને ચાઈનીઝ દેરી પર પ્રતિબંધિત
- પતંગ ખરીદી વખતે કોવિડ ગાઈડલાઈનનું પાલન જરૂરી, પોલીસને સહકાર આપવાનો રહેશે.
- 10 શહેરોમાં રાત્રિ કર્ફ્યુંનું પાલન કરવાનું રહેશે.
Advertisement