जन मन INDIA
slider news ટેકનોલોજી

Googleએ લૉન્ચ કરી નવી એપ, ગડબડ કરનારા એપ્સની ખેર નહીં, આ રીતે કરશે કામ

ગુગલ તરફથી એક નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપનું નામ છે. ‘એપ રિવ્યું’. આ એપ્લિકેશનથી તમે ગુગલ પ્લે સ્ટોર પરની બાકીની એપ્લિકેશન પર નજર રાખી શકશો. એટલે કે એપ ડેવલપર્સ અને વિજ્ઞાપન આપનારી કંપની નિયમોનું ઉલ્લંઘન કરે છે તો ગુગલની આ નવી એપ તરત જ તેની ઓળખી પડશે.

આવું કરનારી કંપનીઓ વિરૂદ્ધ ગુગલ કડક પગલા લઈ શકે છે. ગુગલ તરફથી આ એપ રિવ્યુ એપ્લિકેશનને લોન્ચ કરવામાં આવી છે.

ગુગલે આ મામલે જણાવ્યું કે, નવા પ્રોસેસના આવવાથી મોબાઈલ એપ ઈન્વેન્ટ્રી ક્વોલિટી વધુ સારી બની છે. હાલના સમયમાં એપ ડેવલપર્સ પૈસા માટે એડમોબ અને એડ મેનેજરને પસંદ કરે છે.

નવી એપ્લિકેશનના રિવ્યુ પ્રોસેસથી ખોટી રીતે જાહેરાત કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જેનાથી યુઝરને સારી ક્વોલિટીની એપ્લિકેશન મળી શકે.

કંપનીએ આ મામલે એક બ્લોગ પોસ્ટ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, એક પ્રક્રિયામાંથી પસાર થવા પર ડેવલપર્સને એક્શન ફીડબેક સાથે પોતાની તમામ એપ્લિકેશનની એપ્રુવલ માટે યૂનિફાઈડ વ્યૂ મળશે.

એપ રિવ્યુ એપ્લિકેશનને આ વર્ષે બે ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવશે. જેમાં app readiness ફીચર્સ અનુસાર પબ્લિશર્સને એપ માટે મોનિટાઈઝ કરવાની મંજૂરી આપવામાં આવશે, ત્યારબાદ એપ્લિકેશનને રિવ્ય પ્રોસેસમાંથી પસાર થવું પડશે. app claiming ફીચર્સમાં પબ્લિશર્સને એપની એક વિસ્તૃત લિસ્ટ આપવી પડશે.

Related posts

સિંગર પલાશ સેન થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી

madhuri rathod

iPhone બન્યો દુનિયાનો સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન, જાણો Xiaomi અને Samsungનું સ્થાન

ravi chaudhari

JOBS OF THE WEEK: 1800થી વધુ જગ્યાઓ પર ભરતી, જલ્દીથી કરો અરજી

ravi chaudhari

Leave a Comment