IPL 2022 ટુર્નામેન્ટ ખૂબ જ રોમાંચક થવા જઈ રહી છે, કારણ કે આ વખતે IPLમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. તમામ ટીમોએ પોતાની રણનીતિ તૈયાર કરી લીધી છે. IPL 26મી માર્ચથી શરૂ થશે. હવે BCCIએ IPL 2022 માટે ચાહકોને એક મોટી ભેટ આપી છે, જેને સાંભળીને ચાહકો ખુશ થઈ ગયા છે.
BCCIએ આપી આ મોટી ભેટ
IPL 2022 માટે BCCIએ દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપી છે. એક અહેવાલ અનુસાર, BCCIએ 26 માર્ચથી 14 એપ્રિલ સુધીના IPLના પ્રથમ તબક્કામાં 25 ટકા દર્શકોને આવવાની મંજૂરી આપી છે. જે બાદ ક્રિેકેટ પ્રેમીઓમાં ખુશી જોવા મળી રહી છે. IPLએ વિશ્વની સૌથી વધુ જોવાતી લીગ છે. આઈપીએલ ભારતમાં એક તહેવારની જેમ ઉજવવામાં આવે છે. અહીં દર્શકોને ખૂબ જ રોમાંચ, ઉત્સાહ અને તણાવ ભરપૂર માત્રામાં મળે છે.
બેઠકમાં લેવાયો નિર્ણય
મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ એમસીએના અધિકારીઓને સાથે મુલાકાત કરી અને આઈપીએલ માટે તમામ શક્ય મદદ કરવાનું વચન આપ્યું અને 25 ટકા લોકોને મંજૂરી આપવા સંમત થયા. Cricbuzzના અહેવાલ અનુસાર, મુંબઈમાં 55 મેચોનું આયોજન કરાશે, જ્યારે પુણેમાં 15 મેચોનું આયોજન કરાશે.
To ensure the smooth flow of the @IPL, Minister @mieknathshinde ji and I conducted a joint meeting of IPL, @BCCI with officers of Police and Municipal Corporations of Mumbai, Thane, Navi Mumbai. pic.twitter.com/p7FhEv2BYM
Advertisement— Aaditya Thackeray (@AUThackeray) March 2, 2022
IPLમાં રમશે 10 ટીમો
IPL 2022માં દર્શકોને 10 ટીમો સાથે રમતી જોવા મળશે. લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ એ IPLની નવી જોડાયેલી ટીમો છે. તો IPL મેગા ઓક્શન પછી તમામ ટીમોએ તેમના કેપ્ટન પસંદ કર્યા છે, પરંતુ હજુ સુધી RCBની ટીમને કેપ્ટન મળ્યા નથી.
રિપોર્ટ અનુસાર, કોરોના મહામારીને કારણે મોટાભાગની મેચો મહારાષ્ટ્રમાં યોજાશે. લીગ રાઉન્ડમાં કુલ 70 મેચો રમાવાની છે. મુંબઈના ત્રણ સ્થળો વાનખેડે સ્ટેડિયમ, ડીવાય પાટીલ અને બ્રેબોર્નમાં કુલ 55 મેચો રમાશે. આ સિવાય પુણેમાં 15 મેચ રમાશે.