સોનાની કિંમતોમાં હળવો વધારો જોવા મળ્યો છે. સોમવારે વાયદા બજારમાં સોનાના ભાવમાં 72 રૂપિયાનો વધારો જોવા મળ્યો. મલ્ટી કમોડિટીઝ એક્સચેન્જ એટલે કે એમસીએક્સ પર જૂન ગોલ્ડ વાયદાનો ભાવ સવારે 47604 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ખુલ્યો. જણાવી દઈએ કે આ પહેલા વાયદા કારોબારમાં સોનું 47532 રૂપિયા પ્રતિ ગ્રામના સ્તર પર ખુલ્યું હતું.
જણાવી દઈએ કે સવારે દસ વાગ્યાની નજીક એમસીએક્સ પર સોનું 47599 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે ટ્રેન્ડ કરી રહ્યું હતું. એટલું જ નહીં સોનાની સાથે-સાથે ચાંદી વાયદામાં પણ વધારો જોવા મળ્યો. એમસીએક્સ પર સોમવારે મે સિલ્વર વાયદા ભાવ 412 રૂપિયા તેજ થઈને 69086 રૂપિયા પ્રતિ કિલો પર ખુલ્યો.
જ્યારે શુક્રવારે ચાંદી વાયદાનો બંધ ભાવ 68674 રૂપિયા પ્રતિ કિલો હતો. આ તરફ હાજર બજારમાં સોના અને ચાંદીની કિંમતોની વાત કરીએ તો શુક્રવારે દિલ્હીમાં સોનાની કિંમતોમાં 24 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યાર બાદ સોનાનો હાજર ભાવ 47273 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયો હતો.
તદ્દપરાંત શુક્રવારે ચાંદીની કિંમતમાં 909 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાર બાદ ચાંદીનો હાજર ભાવ 68062 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો. પાછલા સત્રમાં ચાંદી 68971 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર બંધ થઈ હતી.