ઉનાળાની સિઝનમાં કાળઝાળ ગરમી વચ્ચે ગીર જંગલમાં રહેતા સિંહ, દીપડા સહિતના વન્યપ્રાણીઓ વારંવાર બોર્ડર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા વચ્ચે એક સાથે 11 સિંહો જોવા મળ્યાં હતા.
હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં સિંહો આરામથી લટાર મારતા જોવા મળી રહ્યા છે. એક સાથે સિંહોના ટોળા રસ્તા પર ટહેલતા હોવાના દ્રશ્યો કોઈ રાહદારીએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા.
ગીર સોમનાથમાં એક સાથે 11 સિંહો મોડી રાત્રે રોડ પર જોવા મળ્યા… pic.twitter.com/qlIdOfn56A
Advertisement— Hiren Patel (@HirenPa307) May 22, 2022
આ વીડિયોમાં જોવા મળતો વિસ્તાર ગીર જંગલની બોર્ડરની આસપાસના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ગીર-સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા થોડા સમય દરમિયાન અનેક વખત સિંહો આવી જતા જોવા મળ્યા છે. ત્યારે વધુ એક વખત એક સાથે 11 સિંહોનું ટોળું રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા હતા.
જાણકારોના મતે જંગલમાં ગરમીના કારણે અકળાઈને સિંહો ખોરાક અને પાણીની શોધમાં રેવન્યુ વિસ્તાર તરફ આવી રહ્યા છે. તેવી જ પરિસ્થિતિના કારણે 11 સિંહો જંગલમાંથી રેવન્યુ વિસ્તારના મુખ્ય રસ્તા પર આવી લટાર મારી રહ્યા છે. વીડિયોમાં દેખાતું સ્થળ ગીર જંગલની બોર્ડર આસપાસના ગ્રામ્ય વિસ્તારનો કોઈ રસ્તો જણાઈ રહ્યો છે.