સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મધરાત્રીથી જ ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું અને વહેલી સવારે મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે પ્રાચી તીર્થ, સેમલીયા, પિખોર, ગુંદાળા, રંગપુર, કુંભારીયા, ઘંટીયા, આલીદ્ધા, ટીબડી, ખાંભા, ટોબરા, લાખાપરા સહિતના ગામોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા. વોકળા, ખેતરો તરબોળ થયા હતા ભારે વરસાદથી સરસ્વતી નદીમાં વોકળાનુ પુર આવ્યું હતું અને રંગપુર ગામે ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા.
વોકળાનું પુર આવતા વાડી વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર ત્રણ ઇંચ વરસાદથી મગફળી, સોયાબીન, કપાસ, શાકભાજીના પાકને ફાયદો થશે ભારે વરસાદથી ખેડૂત પુત્રો, વેપારીઓમાં ખુશીની લહેર પ્રસરી હતી અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.
Advertisement
Advertisement