ગીર-સોમનાથના વેરાવળ તાલુકાના બાદલાપરા ગામે ઘણા લાંબા સમયથી જેટકોની વીજલાઈન બંધ છે તે લાઈન શરૂ કરવા ઘણી નાળીયેરીઓ નડતર રૂપ થાય તેમ હોવાથી તેને કાપવી પડે એમ હોવાથી આ બાબતે છેલ્લા ઘણા સમયથી નાળીયેરીના ખેડૂતો અને જેટકોના અધિકારીઓ વચ્ચે મામલો ગુંચવાયો છે.
નાળીયેરી ન કપાય તે માટે વીજ લાઈન શરૂ કરવાના બદલે નવી લાઈન જમીનમાં નાખવામાં આવે તેને લઈ ખેડૂતોએ જેટકોના અધિકારીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. જોકે મામલો ઉગ્ર બને તે પહેલા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો. ખેડૂતોના વિરોધને લઈ હાલ જેટકોના અધિકારીઓ દ્વારા જુની લાઈન ચાલુ કરવાની કામગીરી બંધ રાખવામાં આવી છે.
Advertisement
Advertisement