સુત્રાપાડા તાલુકાના આનંદપરા ગામે પશુમાં લંપી વાયરસના પગલે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ જગ્યાએ આ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં 150થી વધુ જેટલા પશુઓને રસી આપવામાં આવી હતી. લંપી વાયરસનો રોગ સામાન્ય રીતે દુધાળા પશુઓમાં થતો રોગ છે. જેથી આ રોગ મુખ્યત્વે દુધાળા પશુઓ જેવા કે ગાય અને ભેંસમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે. આ વાયરસ રોગને સંક્રમીતથી રોકવા માટે આજે સુત્રાપાડાના આણંદપરા ગામે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં દિગ્ગજ લોકો સાથે ગામ વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
છેલ્લા કેટલાક સમયથી લમ્પી વાયરસે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાની જેમ હવે પશુઓમાં લમ્પી વાયરસ ફેલાતા વધુ એક વખત ડરનો માહોલ ઉભો થયો છે. ત્યારે હવે સરકાર પણ આ મામલે સક્રિય થઈ છે. હવે રાજ્યના વિવિધ ગામોમાં પશુઓને રસી આપવામાં આવી રહી છે. જેના પગલે પશુઓ લમ્પી વાયરસનો ભોગ ના બને. આ અંતર્ગત આજે સુત્રાપાડાના આનંદપરા ગામે પણ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : શૈલેષ વાળા, પ્રાચી ગીર, સોમનાથ