આજકાલ માર્કેટમાં એકતી વધીને એક શાનદાર રિચાર્જ પ્લાન લૉન્ચ થઈ રહ્યા છે. BSNL ગ્રાહકો માટે એક નવો અને સસ્તો પ્લાન લઈને આવ્યું છે. આ પ્લાનની કિંમત 100 રૂપિયાથી લઈને પણ ઓછી છે. તમને ફક્ત 68 રૂપિયાના આ પ્લાનમાં ઘણાબધા ફાયદા મળી રહ્યા છે. જો કે માર્કેટમાં JIO અને Airtel જેવી કંપનીઓ પોતાના સસ્તા ડાટા પ્લાનથી BSNLને કડક ટક્કર આપી રહી છે.
BSNLનું 68 રૂપિયાનું રિચાર્જ
BSNLના આ પ્લાનમાં તમને ડેલી ડાટા બેનેફિટ મળે છે. 68 રૂપિયાના આ પેકમાં તમને ડેલી 1.5GB ડાટા મળશે. આ પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. આ રીતે 68 રૂપિયાના આ રિચાર્જમાં તમને 14 દિવસ સુધી કુલ 21GB ડાટા મળશે.
Viની જાહેરાત
જો BSNLના આ પ્લાનના મુકાબલે માર્કેટમાં બીજી કંપનીઓના પ્લાન જોઈએ તો, Vi તમને 148 રૂપિયાના રિચાર્જમાં ડેલી 1GB ડાટા આપી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 18 દિવસની છે.
Jioનો પ્લાન
Jioના 249 રૂપિયાવાળા પ્લાનમાં તમને રોજ 2GB ડાટા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્રીપેડ પ્લાન સાથે જ યુઝર્સ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંદની સુવિધા મળી રહી છે. પ્લાનમાં Jio ન્યુઝ અને જિયો સિનેમા જેવી એપનું સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે.
Airtelનો પ્લાન
Airtel ના 298 વાળા પ્રીપેડ પ્લાનમાં તમને ડેલી 2GB ડાટા, 100SMS અને તેમામ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગની સુવિધા પણ મળી રહી છે. યુઝર્સને પ્લાનની સાથે Airtel એક્સટ્રીમ અને વિંક મ્યુજિકનું સબ્સક્રિપ્શન મળશે. જ્યારે, આ પેકની વેલિડિટી 28 દિવસની છે.