દીપિકા પાદુકોણ હાલમાં સિદ્ધાંત ચતુર્વેદી સાથેની તેની આગામી ફિલ્મ ‘ગહરાઈયાં’ને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે અને આ ટ્રેલરમાં દીપિકા અને સિદ્ધાંત વચ્ચેની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી રહી છે. આ ફિલ્મમાં દીપિકા અને સિદ્ધાંત વચ્ચે ઘણા બોલ્ડ સીન્સ પણ ફિલમાવવામાં આવ્યા છે અને આ સીન્સ પર હવે દીપિકાના પતિ રણવીર સિંહે સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય જાહેર કર્યો છે.
ટ્રેલર જોઈ રણવીરસિંહની આવી પ્રતિક્રિયા
રણવીર સિંહે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેર કરતા લખ્યું કે, મૂડી, સેક્સી અને ઈન્ટેન્સ, ડોમેસ્ટિક નોઅર? મને પણ સાઈન કરી લો. તમે બધા મારા ફેવરિટ છો. શકુન બત્રા, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી, ધૈર્ય કારવા, નસીર ધ લિજેન્ડ.
દીપિકાને ટેગ કરી કહી આ વાત
પોતાની પોસ્ટમાં દીપિકાને ટેગ કરતા રણવીરે લખ્યું કે, મારી બેબી ગર્લ તું ફેઝિલિયન બોક્સ જેવી લાગે છે. રણવીરની પોસ્ટ પર ટિપ્પણી કરતાં અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી તેમજ એમેઝોન પ્રાઈમ વીડિયોએ લખ્યું, અમે તમારી પોસ્ટની ઊંડાઈ સમજીએ છીએ.
ધર્મા પ્રોડક્શને ફિલ્મનું કર્યું નિર્માણ
કરણ જોહરે પોતે ટ્રેલર લોન્ચ પર જણાવ્યું કે, ફિલ્મ ‘ગહરાઈયાં’ પ્રેમ, લાલસા અને તડપની કહાની છે. ફિલ્મના ટ્રેલરમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે સિદ્ધાંત ચતુર્વેદી અને દીપિકા પાદુકોણના પાત્રો તેમના પાર્ટનર્સને છોડીને નજીક આવે છે આ એક નવા યુગની નવી લવ સ્ટોરી છે. એક પ્રેમ કહાની જેમાં બેવફાઈના પણ તેના કારણો હોય છે.
it’s time to deep dive into the gehraiyaan of emotions, relations & life 🌊#GehraiyaanOnPrime, this feb 11@karanjohar @apoorvamehta18 @shakunbatra @andhareajit @deepikapadukone @SiddyChats @ananyapandayy #DhairyaKarwa @DharmaMovies @Viacom18Studios @Jouska_films pic.twitter.com/Blu41Z5irs
Advertisement— amazon prime video IN (@PrimeVideoIN) January 20, 2022
આ ફિલ્મ આવતા મહિને રિલીઝ થશે
શકુન બત્રા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ 11 ફેબ્રુઆરી 2022ના રોજ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. ‘ગહરાઈયાં’ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ અને રજત કપૂરે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.