Garlic Side Effects: જેમકે આપણે બધા જાણીએ છીએ કે ભારતીય રસોડું આયુર્વેદિક (ayurvedic) ઔષધિના ઘર તરીકે ઓળખાય છે, એવી રીતે કોઈપણ પ્રકારની બીમારી માટે રસોડામાં જ અડધી દવાઓ મળી જાય છે. આવી જ એક સામગ્રી છે લસણ, જેને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, લસણ એક એવી જડીબુટ્ટી છે જે આખા વિશ્વમાં એક પાવરફુલ એન્ટી ઓક્સિડેન્ટ ફૂડના નામથી પ્રખ્યાત છે. ઘણા સંશોધનોએ દાવો કર્યો છે કે, તે મોટામાં મોટી બીમારીઓને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. સાથે જ ઘરેલું ઉપાયથી લઈને આયુર્વેદિક ઉપચારમાં તેને ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ આટલા બધા ફાયદાઓ હોવા છતાં પણ તે કેટલાક લોકો માટે નુકસાનકારક છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે, લસણનું સેવન કેટલીક બીમારીઓમાં નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે કયા લોકોએ લસણનું સેવન ન કરવું જોઈએ. ચાલો જાણીએ.
આ લોકોએ ભૂલથી પણ ન કરવું જોઈએ લસણનું સેવન
ડાયાબિટીસના દર્દીઓએ ન કરવું જોઈએ સેવન
ડાયાબિટીસના દર્દી માટે લસણનું વધુ સેવન કરવું તે હાનિકારક છે, તે તેમના માટે સમસ્યાનું કારણ બની શકે છે કારણ કે તેને વધારે ખાવાથી તેમનું બ્લડ સુગર લેવલ ઘટી શકે છે, જે તેમના માટે સમસ્યાનું કારણ બની શકે છે. તમને જણાવી દઈએ કે, જો તેનું ઓછી માત્રામાં સેવન કરવામાં આવે તો તે શુગરને કંટ્રોલ કરે છે. પરંતુ જો તમે તેનું વધારે સેવન કરો છો તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
લીવરની બીમારી પીડિત દર્દીઓની વધી શકે છે સમસ્યા
જે લોકોને લીવર, આંતરડા કે પેટની સમસ્યા હોય તેમણે લસણનું સેવન ન કરવું જોઈએ અને જો આમ કરો તો તેને ઓછું કરો જેથી તમને વધારે તકલીફ ન પડે. આ ઉપરાંત લીવરને સ્વસ્થ કરવા માટે આપવામાં આવેલી દવાઓથી લસણમાં જોવા મળતા કેટલાક તત્વ રિએક્ટ કરે છે, જેનાથી સમસ્યા વધી જાય છે.
જેમણે તાજેતરમાં સર્જરી કરાવી છે તેઓએ ન કરવું સેવન
જે લોકોએ તાજેતરમાં સર્જરી કરાવી હોય તેઓએ લસણનું સેવન ટાળવું જોઈએ. તમને જણાવી દઈએ કે, લસણ લોહીને પાતળું કરવાનું કામ કરે છે, તેથી જેમનું તાજેતરમાં ઓપરેશન થયું હોય તેઓએ તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ કારણ કે તેમનો ઘા તાજો છે અને લોહી પાતળું થવાને કારણે ઘામાંથી લોહી નીકળવાની શક્યતા રહે છે.
ગર્ભવતી મહિલાઓ માટે લસણ નુકસાનકર્તા
ગર્ભવતી મહિલાઓ અથવા સ્તનપાન કરાવવાવાળી મહિલાઓએ લસણ ખાવાથી બચવું જોઈએ. કેમકે માનવામાં આવે છે કે આવું કરવાથી લેબરને પ્રેરિત કરી શકાય છે. જ્યારે, સ્તનપાન કરાવવાવાળી માતાઓએ વધારે લસણ ખાવાથી એટલે બચવું જોઈએ, કેમકે તે દૂધના સ્વાદને બદલે છે.
નોંધ- અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ચોક્કસપણે તબીબી સલાહ લો.