નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોલ ગામે ગંગા દશેરા પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમસ્ત માંગરોળ ગામના ગ્રામજનોએ વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢી 1530 ફૂટ લાંબી સાડી નર્મદા મૈયાને અર્પણ કરી હતી.
આ દરમિયાન ભક્તોએ દિવ્યતાની અનુભૂતી કરી હતી. એક ભક્તની બાધા હતી જેથી આ બાધા પૂરી કરવા આ ત્રીસ જેટલી સાડીઓને જોઈન્ટ કરીને સુરતથી 1530 ફૂટ લાંબી સાડી તૈયાર કરાવી હતી અને માંગરોળ ગામના ગ્રામજનોએ ભવ્ય શોભાયાત્રા કાઢી વાજતે ગાજતે ચૂંદડી અર્પણનો કાર્યાક્રમ યોજ્યો હતો.
આ પ્રસંગે ગામના સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે નર્મદા પુરાણમાં જણાવાયું છે કે ગંગા મૈયા નર્મદા મૈયાને મળવા આવે છે.આજે સાક્ષાત ગંગામૈયા નર્મદા મૈયા ને મળવા આવ્યા હોય એવી ભાવના સાથે શોભાયાત્રા કાઢી પંદરસો ત્રીસ ફૂટ લાંબીસાડી નર્મદા મૈયાને અર્પણ કરવામાં આવી હતી.આરતી પૂજન કરી ભારે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ગંગા દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.