સંસદ ટીવીનું સત્તાવાર યુટ્યુબ એકાઉન્ટ હેક થયાના અહેવાલ વચ્ચે આજે સવારે ગાંધીનગર મહાનગરપાલિકાની વેબસાઈટ ફરી એકવાર હેક કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે.
ગાંધીનગર મનપાની વેબસાઈટ વધુ એક વખત હેક થતાં સાયબર વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. મળતી માહિતી મુજબ, આજે સવારે ગાંધીનગર મહાનગરપાલિકાની વેબસાઈટ હેક કરવામાં આવી હતી. વેબસાઈટ હેક કરનાર હેકરે હોમપેજ પર તુર્કીના રાષ્ટ્રીયધ્વજનો ફોટો પણ અપલોડ કર્યો હતો, જેના પરથી સાયબર નિષ્ણાંતો આ વેબસાઈટ તુર્કીના હેકર દ્વારા હેક કરાઈ હોવાનો દાવો કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, આ પહેલા ત્રણ મહિના અગાઉ તુર્કિના હેકર દ્વારા ગાંધીનગર મનપાની વેબસાઈટ હેક કરવામાં આવી હતી, એટલું જ નહીં તે સમયે હેકરે તુર્કી ભાષામાં લખાણ પણ લખ્યું હતું.
જેમાં જણાવ્યું હતું કે, ‘ તમને આયીલડીઝ ટીમ આંતરરાષ્ટ્રીય ટીમ’ દ્વારા હેક કરવામાં આવ્યા છે. જુલમ સે અબ તક છૂટ ચૂકે લોગો કા ભવિષ્ય ભયાનક હોગા, તુર્કી કે મિત્ર બનો શત્રુ મત બનો.’ ત્યારે વધુ એક વખત તુર્કી હેકર દ્વારા વેબસાઈટ હેક કરવામાં આવતા અધિકારીઓ પણ દોડતા થયા છે.