जन मन INDIA
slider news ઉત્તર ગાંધીનગર ગુજરાત

ગાંધીનગરઃ સ્વર્ણિંમ સંકુલમાં કોરોનાનો પગપેસારો, મુખ્યમંત્રી કાર્યાલયના નાયબ માહિતી નિયામકને લાગ્યો ચેપ

ગુજરાતાં રેકોડબ્રેક કોરોનાના કેસો નોંધાઈ રહ્યાં છે. રાજ્યમાં મંત્રીઓ તથા ધારાસભ્યો બાદ તેમના કાર્યાલયનો સ્ટાફ પણ હવે કોરોનાની ઝપેટમાં આવી રહ્યો છે. ગઈકાલે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના સેક્રેટરી મનોજ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારે હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં બેસતા નાયબ માહિતી નિયામક, મુખ્યમંત્રી સલામતીના ડીવાયએસપી અને ડ્રાઇવરને કોરોનાનો ચેપ લાગ્યો છે.

સીએમઓમાં બેસતા નાયબ માહિતી નિયામાક ઉદયભાઈ વૈષ્ણવ અને મુખ્યમંત્રી સલામતીના ડીવાયએસપી તથા ડ્રાઈવર પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તો આરોગ્યમંત્રીના કાર્યાલયમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે. જ્યાં ત્રણ લોકો સંક્રમિત થયાં છે.

નોંધનીય છે કે, બે દિવસ અગાઉ મહેસુલ મંત્રી કૌશિક પટેલની ઓફિસના 6 અધિકારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યુ હતું. કૌશિક પટેલના PS પી.એસ.હારેજા, APS એચ.પી.પટેલ, પી.એ.પટેલ અને નાયબ કલેક્ટર વિમલ પટેલ સહિત કોમ્પ્યુટર ઓપરેટર ધીરુભા ઝાલા અને એક સેવક છગનભાઈ કોરોના પોઝિટિવ આવ્યાં હતા.

તાજેતરમાં જ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત બે કમાન્ડો પણ કોરોનાગ્રસ્ત થયા હતા. તેમના કાર્યાલયમાં કુલ સાત લોકો કોરોનાગ્રસ્ત મળી આવ્યા હતા.

ગુજરાતમાં 05 એપ્રિલની સાંજથી 06 એપ્રિલની સાંજ સુધીમાં એટલે કે 24 કલાકમાં કોરોના વાયરસના 3280 કેસ નોંધાયા હતા. જ્યારે આ સમયગાળામાં 17 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ નીપજ્યાં હતા. તો 2167 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 3,02,932 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 17 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 17,348 પર પહોંચ્યો છે. જેમાંથી 171 લોકો વેન્ટિલેટર પર અને 17177 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.24 ટકા છે.

Related posts

ઇન્ડોનેશિયાઃ ભૂકંપથી જાવામાં 7 લોકોના મૃત્યુ, અનેક મકાનો અને ઇમારતોને નુકસાન

malay kotecha

શું તમે વધતા વજનથી પરેશાન છો, તો ફોલો કરો આ ટિપ્સ

ravi chaudhari

સિંગર પલાશ સેન થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી

madhuri rathod

Leave a Comment