શાઓમી ઈન્ડિયા (Xiaomi India) હવે ભારતમાં પોતાના સ્માર્ટફોન યુઝર્સને મફત યૂટ્યૂબ પ્રીમિયમ સબ્સક્રિપ્શન (YouTube Premium Subscription) આપી રહ્યું છે. જો તમારી પાસે શાઓમી સ્માર્ટફોન છે તો કંપની ત્રણ મહિના સુધી FREE પ્રીમિયમ મેમ્બરશીપ આપી રહી છે.
ધ્યાન રહે કે તમે પહેલા જ તમારા ગુગલ એકાઉન્ટ (Google Account) પર એક નિઃશુલ્ક YouTube પ્રીમિયમ સભ્યતા રિડીમ કરી લીધી છે, તો તમે આ ઑફરને રિડીમ નહીં કરી શકો. ભલે તમારી પાસે એક યોગ્ય ડિવાઈસ હોય. આવો જાણીએ Xiaomi/Redmi સ્માર્ટફોન પર કેવી રીતે ફ્રી સબ્સક્રિપ્શન મેળવી શકો છો…
YouTube પ્રીમિયમ સબ્સક્રિપ્શન મફતમાં કેવી રીતે મળશે?
YouTube પ્રીમિયમ સબ્સક્રિપ્શન નિઃશુલ્ક પ્રાપ્ત કરવા માટે તમારા Xiaomi/Redmi ડિવાઈસ પર YouTubeનું લેટેસ્ટ સંસ્કરણ ડાઉનલોડ અને ઈન્સ્ટૉલ કરવું સુનિશ્ચિત કરો. આ ઑફર 6 જૂન 2022થી વૈધ છે અને 31 જાન્યુઆરી 2023 સુધી ઉપલબ્ધ રહેશે. આ ઑફરને મેળવવા માટે Xiaomi સ્માર્ટફોનને 1 ફેબ્રુઆરી 2022એ કે ત્યાર બાદ એક્ટિવ હોવું જરૂરી છે.
શું કરવું પડશે?
આ ઑફરને ક્લેમ કરવા માટે, YouTube પ્રીમિયમ સાઈન-અપ પ્રક્રિયા દરમિયાન પ્રસ્તુત કરવા માટે કોઈની પાસે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ હોવું જોઈએ. એકવાર YouTube પ્રીમિયમ સક્રિય થઈ ગયા બાદ, યુઝર પોતાના YouTube પ્રીમિયમ સભ્યતાને મફતમાં રદ્દ કરવા માટે અંતિમ દિવસ પહેલા તેને નિષ્ક્રિય કરી શકે છે.
YouTube પ્રીમિયમ ત્રણ મહિનાનું મફત સબ્સક્રિપ્શન
Xiaomi 12 Pro, Xiaomi 11i, Xiaomi 11i Hypercharge અને Xiaomi 11T Pro વાળા યોગ્ય ડિવાઈસ યુઝર્સને ત્રણ મહિના માટે YouTube પ્રીમિયમ સબ્સક્રિપ્શન મળશે. કંપની હાઈ-એન્ડ અને ફ્લેગશિપ ડિવાઈસ માટે ત્રણ મહિનાનું YouTube પ્રીમિયમ સબ્સક્રિપ્શન મફત આપી રહી છે.
YouTube પ્રીમિયમ મફત બે મહિનાની સભ્યતાઃ યોગ્ય ડિવાઈસ
યુઝર્સ જેમની પાસે Xiaomi Pad 5, Redmi Note 11 Pro+, Redmi Note 11 Pro, Redmi Note 11, Redmi Note 11T, કે Redmi Note 11S છે, તેઓ બે મહિનાની YouTube પ્રીમિયમ સભ્યતા માટે પાત્ર છે, કંપની મિડ-રેન્જ સ્માર્ટફોન પર મફત યૂટ્યૂબ પ્રીમિયમ સબ્સક્રિપ્શનને બે મહિના સુધી સીમિત કરી રહી છે.