રાજકોટ: આગમાં દાઝી જતા લોકોને વારંવાર ડ્રેસિંગ કરવું પડતું હોય છે અને હાથ-પગમાં જેને ચાંદા પડતા હોય તેની ચામડી માટે વિશેષ સારસંભાળની જરૂર પડતી હોય છે.
દાઝી ગયેલા લોકો માટે ચામડી લાઈફ સેવિંગ બની રહે તે માટે રાજકોટના ધોરાજીમાં સૌપ્રથમવાર સ્કીન ડોનેશન કરવામાં આવ્યું છે. ધોરાજીના ચંદુભાઈ ઘાડીયાનું અવસાન થતા તેમના પુત્ર હિરેન ઘાડીયા અને તેમની બંને પુત્રીઓની સહમતીથી ધોરાજીમાં પ્રથમ સ્કીન ડોનેશન આપ્યું છે.
સેવાકીય સંસ્થા તથા ધોરાજી હોસ્પિટલના તબીબોના સહયોગથી આ શક્ય બન્યું હતું. સ્વ.ચંદુભાઈના સ્કીન ડોનેશનથી 5 લોકોને નવજીવન મળશે.સ્કીન ડોનેટ ઉપરાંત ધોરાજી સરકારી હોસ્પિટલમાં ચક્ષુદાન પણ કરવામાં આવ્યું હતું. ઘાડીયા પરિવારની આ સેવાને લોકોએ બિરદાવી હતી.
Advertisement
Advertisement