जन मन INDIA
slider news જીવનશૈલી

દાળ નહીં હવે ઘરે બનાવો બ્રેડના દહીં વડા, સ્વાદ એવો કે આંગળીઓ ચાટી જશો

દહીં વડા એવી પારંપરિક ડિશ છે જેને મોટાભાગે લોકો ખાવાનું પસંદ કરે છે. આમ તો વડા બનાવવા માટે અળદની દાળની જરૂર પડે છે. પરંતુ જો તમે ઈચ્છો તો ફટાફટ દહી વડા બનીને તૈયાર થઈ જશે અને પહેલાથી કોઈ તૈયારી નહીં કરવી પડે. તો બ્રેડથી પણ વડા બનાવી શકાય છે.

-સામગ્રી

4 સ્લાઈસ બ્રેડ
3/4 કપ દહીં
થોડી ધાણાની ચટણી
આવશ્યકતાનુસાર લીલા મરચા
આવશ્યકતાનુસાર આંબલીની ચટણી
1 નાની ચમચી ખાંડ
આવશ્યકતાનુસાર શેકેલો જીરા પાવડર
1 નાની ચમચી લલ મરચા પાવડર
આવશ્યકતાનુસાર મીઠું
1 નાની ચમચી ડ્રાય મેંગો પાવડર
જરૂરિયાત અનુસાર કિશમિશ
1 મોટી ચમચી ધાણાના પાંદડા
2 બાફેલા બટાકા
બ્લેક સોલ્ટ

રેસીપી

બ્રેડ લઈને તેના ભૂરા કિનારાને કાપી નાખો. હવે એક બાઉલ લો અને બટાકાને મેશ કરો. હવે તેમાં મરચુ, આમચૂર પાવડર, કિશમિશ, શેકેલુ જીરુ અને મીઠું નાખો. તમામ ચીજોને સારી રીતે મિલાવો અને એક તરફ મુકો. દહીંમાં ખાંડ મિલાવીને ફેંટીને બાજુમાં મુકી ોદો. પહેલા જે મસાલો બનાવ્યો છે તેને એક બૉલ બનાવો અને બ્રેડ સ્લાઈસને કવર કરીને તેના પર કોટ કરો.

એક કઢાઈ લો અને તેમાં થોડું ઘી નાખો. તમે ઈચ્છો તો તેલનો ઉપયોગ પણ કરી શકો છો. ઘી ગરમ થયા બાદ, બ્રેડના ગોળાને ડીપ ફ્રાઈ કરી લો. હવે એક પ્લેટમાં બ્રેડથી બનેલા આ વડાને કાઢી લો. હવે ઉપરથી તેમાં મીઠું દહીં, આંબલીની ચટણી, ધાણાની ચટણી, શેકેલુ જીરા પાવડર, લાલ મરચા પાવડર નાખો. તમે ઈચ્છો તો છેલ્લે લીલા ધાણાની પાંદડી અને બ્લેક સૉલ્ટ નાખો.

Related posts

રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ કરી ત્રીજી પોસ્ટ, વિશ્વાસ જાળવી રાખવાની વાત લખી

madhuri rathod

ઇન્ડોનેશિયાઃ ભૂકંપથી જાવામાં 7 લોકોના મૃત્યુ, અનેક મકાનો અને ઇમારતોને નુકસાન

malay kotecha

શું તમે વધતા વજનથી પરેશાન છો, તો ફોલો કરો આ ટિપ્સ

ravi chaudhari

Leave a Comment