ગુવાહાટી: આસામમાં પૂરની સ્થિતિ બુધવારે પણ અત્યંત નાજુક બની રહી. અધિકારીઓએ જણાવ્યું કે, રાજ્યમાં પૂરના કારણે વધુ 12 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 32 જિલ્લામાં 55 લાખ લોકો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, રાજ્યની બે મુખ્ય નદીઓ બ્રહ્મપુત્રા અને બરાકના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ભરાવા લાગ્યા છે. તેમણે જણાવ્યું કે, હોજાઈમાં ચાર, બારપેટા અને નલબારીમાં ત્રણ-ત્રણ અને કામરૂપ જિલ્લામાં બે લોકોના મૃત્યુ થયા છે.
1st #NDRF rescue OPS/Med AID in various #flood effected part of #Assam #NorthEastFloods @ANI #Assamflood#राष्ट्रीय_आपदा_मोचन_बल@AtulKarwal@hpskandari1@PankajKavidayal@NDRFHQ@PTI_News@ASDMA_Assam@NewsLiveGhy@EPragnews@DANEWSPLUS@CMHimanta pic.twitter.com/vO6O4YHcA6
— 1ST BN NDRF GUWAHATI (@01NDRFGUWAHATI) June 21, 2022
Advertisement
તેમણે જણાવ્યું કે, રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 101 લોકોના મૃત્યુ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, બરાક ખીણના ત્રણ જિલ્લા – કછાર, કરીમગંજ અને હૈલાકાંડીમાં સ્થિતિ હજુ પણ ગંભીર છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા બહાર પાડવામાં આવેલા બુલેટિન મુજબ રાજ્યના 36માંથી 32 જિલ્લા પૂરથી પ્રભાવિત ,છે જેના કારણે 54,57,601 લોકો પૂરની ઝપેટમાં છે.
CM હિમંત બિસ્વાએ પૂર પ્રભાવિત વિસ્તારોનું કર્યું નિરીક્ષણ
રાજ્યમાં નોંધાયેલા આ મૃત્યુ બાદ હવે પૂર અને ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક વધીને 101 થયો છે. જેથી મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ટ્રેન દ્વારા નાગાંવની મુસાફરી કરી અને પૂર પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કેટલીક રાહત શિબિરોની પણ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, આસામના 15 હજારથી વધુ લોકોએ 147 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે.
#WATCH | Fire & Emergency Services, Assam, spur to action as the flood situation worsens in Chirang district. (22.06)#AssamFloods pic.twitter.com/VQ4C6q5mSu
— ANI (@ANI) June 22, 2022
Advertisement
એક ટ્વીટમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ચાપરમુખ અને કામપુર વિસ્તારોની મુલાકાત લીધી અને પરિસ્થિતિનો નજીકથી અભ્યાસ કર્યો. બરાક ખીણના ત્રણ જિલ્લા કછાર, કરીમગંજ અને હૈલાકાંડીમાં સ્થિતિ વધુ ખરાબ છે.