जन मन INDIA
slider news ઈકોનોમી

flipkart લાવશે 73 હજાર કરોડ રૂપિયાનો IPO, જાણો તેના વિશે બધું જ

વિશ્વની સૌથી મોટી રિટેલ કંપની વોલમાર્ટની માલિકીના હકવાળી કંપની ફ્લિપકાર્ટ આઈપીઓ દ્વારા 1 અરબ ડૉલર એટલે કે રૂ.73,000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જોકે કંપનીનો આઈપીઓ ભારતમાં નહીં પણ અમેરિકામાં લોન્ચ કરવામાં આવશે.

યુએસ સ્ટોક માર્કેટમાં લિસ્ટ થવા માટે કંપની આ નાણાકીય વર્ષના અંતિમ ક્વાર્ટરમાં એટલે કે 2021-22માં આ આઈપીઓ લૉન્ચ કરી શકે છે. જો ફ્લિપકાર્ટ યુએસ માર્કેટમાં પોતાનો આઈપીઓ લિસ્ટ કરવામાં સફળ થાય છે, તો તે કોઈપણ વિદેશી બજારમાં કોઈ પણ ભારતીય કંપનીનો સૌથી મોટો ઈશ્યૂ હશે.

અમેરિકી માર્કેટમાં લૉન્ચ થશે આઈપીઓ

ખરેખર, ફ્લિપકાર્ટના આઇપીઓ શરૂ કરવા માટે રચાયેલી વૉલમાર્ટની આંતરિક ટીમ તેની સંપૂર્ણ વ્યૂહરચના નક્કી કરશે. અગાઉ, વૉલમાર્ટ એસપીએસી માર્ગ દ્વારા યુએસ સ્ટોક માર્કેટમાં ફિલપકાર્ટને લિસ્ટ કરવા માંગતી હતી.

એસપીએસી માર્ગ દ્વારા કંપનીઓને લિસ્ટિંગ કરાવવામાં વધુ તપાસનો સામનો કરવો પડતો નથી. ફ્લિપકાર્ટે આ માટે ગોલ્ડમેન સૈક્સની નિમણૂક કરી છે. આ અમેરિકન માર્કેટમાં ફ્લિપકાર્ટના આઈપીઓથી સંબંધિત તમામ કામગીરી જોશે.

ફ્લિપકાર્ટમાં વૉલમાર્ટની 82 ટકા ભાગીદારી

ત્રણ વર્ષ પહેલાં, વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં 77 ટકા હિસ્સો 16 અરબમાં ખરીદ્યો હતો. આ પછી, તેણે તેમાં તેનો હિસ્સો વધારીને 82 ટકા કર્યો હતો. જુલાઈ 2020માં, ફ્લિપકાર્ટે વોલમાર્ટ ઇન્ડિયાનું અધિગ્રહણ કરી લીધું અને એક ડિજિટલ બી2બી શૉપિંગ પ્લેટફૉર્મ ફ્લિપકાર્ટ હોલસેલ લોન્ચ કર્યું.

ફ્લિપકાર્ટે જણાવ્યું હતું કે, આઈપીઓ લૉન્ચ કરવું એ હંમેશાથી કંપનીની લાંબાગાળાની વ્યૂહરચનાનો એક ભાગ હતો. હકીકતમાં, ફ્લિપકાર્ટનો ભારતીય બજારમાં એમેઝોન અને રિલાયન્સ રિટેલ સાથે સખત સ્પર્ધા છે. આ જ કારણ છે કે તે પોતાની વ્યૂહરચનાને પુખ્તા કરવામાં લાગ્યું છે.

Related posts

ડાયાબિટીસના દર્દીઓએ આ 5 ચીજોનું સેવન કરવું, શુગર લેવલ રહેશે નિયંત્રિત

madhuri rathod

સૌથી ઝડપી ચાર્જ થશે આ સ્માર્ટફોન, એપ્રિલના અંતમાં થશે ભારતમાં લોન્ચ

madhuri rathod

કોરોનાનો કહેરઃ ગુજરાતની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં 30મી એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય

malay kotecha

Leave a Comment