ગીર સોમનાથ: આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણીને લઈ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો તૈયારીમાં અત્યારથી જ લાગી ગયા છે.
તેવામાં ગીર સોમનાથ મહાદેવ પર અતૂટ વિશ્વાસ ધરાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને જીલ્લાના પ્રભારી મહેશ રાજપૂત, અમદાવાદ બાપુનગરના ધારાસભ્ય હિમ્મતસિહ પટેલ, ચોટીલાના ધારાસભ્ય રૂત્વિક મકવાણા સહિત જિલ્લા મહામંત્રી દિપક દોરીયા ધ્વજારોહણમાં જોડાયા હતા.
આ તકે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસ વિજયી બની સરકાર બનાવશે તેવો કોંગ્રેસના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે કોંગ્રેસ મહામંત્રીએ પાર્ટી છોડી ભાજપનો ખેસ ધારણ કરનાર પાટીદાર નેતા હાર્દિક પટેલ વિશે નિવેદન આપતા જણાવ્યું હતું કે ક્યારેય પણ રાજકારણમાં મા-બાપના કે પરીવારના ખોટા સમ ન ખાવવા જોઇએ. હાર્દિક કોંગ્રેસમાં આવ્યા હોય કોઈ ફેર નથી પડ્યો કે કોંગ્રેસમાંથી ગયા તો પણ કોંગ્રેસને કોઈ ફેર પડતો નથી.