નવી દિલ્હી: લાંબા સમય પછી ચીને રાષ્ટ્રપતિ શી જિનપિંગે પીએમ નરેન્દ્ર મોદીને સંદેશ મોકલ્યો અને મહામારીને લઈને સંવેદના વ્યક્ત કરી છે. તેમણે બીજી લહેર સામે લડવા માટે ચીન તરફથી મદદ કરવાની પણ ઓફર કરી છે.
ચીનની સરકારી ન્યુઝ એજન્સી શિન્હુઆ અનુસાર, રાષ્ટ્રપતિ જિનપિંગે પીએમ મોદીને ભારતમાં મહામારીને લઈને મોકલેલા સંદેશમાં કહ્યું છે કે ચીન મહામારી વિરુદ્ધ ભારતને મજબૂતી આપવા માટે સમર્થન અને મદદ આપવા ઈચ્છે છે.
એક દિવસ પહેલા જ ચીની વિદેશમંત્રી વાંગ યીએ કહ્યું હતું કે કોરોના વિરુદ્ધ જંગમાં મદદનું વચન આપતા કહ્યું હતું કે ચીનમાં તૈયાર કોરોના વિરુદ્ધ કામ આવતી વસ્તુઓને ભારતમાં ઝડપથી મોકલવામાં આવી રહી છે. વિદેશમંત્રી એસ જયશંકરને પત્ર લખીને વાંગે કહ્યું કે તેમનો દેશ ભારત સામે આવેલા પડકારોને લઈને ઈમાનદારીથી સહાનુભૂતિ વ્યક્ત કરે છે.
આ બધા વચ્ચે પાકિસ્તાને ભારતને રાહત સામગ્રી આપવાની પોતાનો ઓફરનું પુનરાવર્તન કરતા કહ્યું છે કે બંને દેશ મહામારીથી ઉભા થયેલા પડકારોનો સામનો કરવા ભવિષ્યમાં પરસ્પર સહયોગની રીતો શોધી શકીએ છીએ. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા જાહિદ હફીઝ ચૌધરીએ કહ્યું કે પાકિસ્તાન ભારતને તરત વેન્ટિલેટર, ડિજિટલ એક્સ રે મશીન, પીપીઈ કીટ અને સંબંધિત સામગ્રી આપવા માટે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ભારત સાથે એકતા દર્શાવતા કહ્યું હતું કે માનવતા પર આવેલા આ વૈશ્વિક સંકટનો મળીને સામનો કરવો જોઈએ.