થાઈલેન્ડમાં શુક્રવારે એક નાઈટ ક્લબમાં ભીષણ આગ લાગી હતી. આગને કારણે 40 લોકોના મૃત્યુ થયા છે અને 10 લોકો દાઝી ગયા છે. નાઈટ ક્લબમાં આગ લાગવાની આ ઘટના ચોનબુરી પ્રાંતના સટ્ટાહિપ જિલ્લામાં બની. તે થાઈલેન્ડની રાજધાની બેંગકોકના દક્ષિણપૂર્વમાં આવેલો છે.
પોલીસ કર્નલ વુટિપોંગ સોમજાઈના જણાવ્યા અનુસાર, માઉન્ટેન બી નાઇટ ક્લબમાં લગભગ રાત્રે 1:00 વાગ્યે આગ લાગી હતી. મૃતકોમાં સામેલ મોટાભાગના લોકો થાઈલેન્ડના નાગરિક હોવાનું કહેવાય છે. બેંગકોક પોસ્ટે રાહત અને બચાવ કાર્યમાં લાગેલા સવાંગ રોજનાથમ્મસ્થાન ફાઉન્ડેશનને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, આગમાં દાઝી જવાને કારણે 40 લોકોના મોત થયા છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યાં અનુસાર, જે સમયે આગ લાગી હતી તે સમયે નાઇટક્લબમાં ખૂબ ભારે સંખ્યામાં લોકો હાજર હતા. આ નાઇટ ક્લબ ભારતીય પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય હતી. આ નાઈટ ક્લબ ખૂબ જ પ્રખ્યાત હતી. અહીં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ પણ આવતા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આગના વીડિયોમાં લોકો સુરક્ષિત જગ્યા તરફ ભાગતા જોવા મળી રહ્યા છે. લોકો પોતાનો જીવ બચાવવા બૂમો પાડતા જોવા મળ્યા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ બુઝાવવા માટે ત્રણથી વધુ ફાયર ફાઇટર હેલિકોપ્ટર સાથે 150 ફાયરકર્મીઓ જોડાયા હતા
Fire at Mountain B Pub in Sattahip district of Chon Buri around 1am killed at least 13 people and at least 30 were reportedly injured. #BangkokPost #Thailand
📷 @iamttsd Twitter account pic.twitter.com/qjFJ6wfcJN
Advertisement— Bangkok Post (@BangkokPostNews) August 5, 2022