ભાવનગર :રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો આતંકના બનાવો સામે આવી રહ્યા છે. હાલમાં જ જામનગરમાં રખડતા પશુના હુમલામાં એક વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હોવાની ઘટના સામે આવી હતી.
જેને લઈ ફરી એકવાર રખડતા પશુઓ સામે તંત્ર દ્વારા કડકાઈથી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. ત્યારે ભાવનગરના ગારીયાધારમાં બે આખલાઓએ ધમાલ મચાવી હોવાની ઘટના સામે આવી હતી.
મળતી માહિતી મુજબ, ભાવનગર જિલ્લાના ગારીયાધારથી પાલીતાણા જતા માર્ગ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
Advertisement
રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજીબાજુ ગારીયાધાર તાલુકામાં અવાર નવાર રખડતા પશુઓનો ત્રાસ વધતા તંત્રની સામે પણ લોકોએ રોષની લાગણી વ્યક્ત કરી હતી.
Advertisement