जन मन INDIA
slider news ભારત

કોરોના વેક્સિનને લઈ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જંગ, કેન્દ્રએ કહ્યું-પોતાની નિષ્ફળતા છુપાવવા અમારા પર આરોપ ન લગાવો

દેશભરમાં વધતા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા સરકાર દ્વારા વેક્સિનેશન ઝુંબેશને સક્રિય બનાવવામાં આવી છે. આ વચ્ચે કેટલાક રાજ્યો વેક્સિનની અછત સર્જાઈ હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. આ મામલે કેન્દ્ર સરકારે પણ તેમની સામે નબળાઈથી વેક્સિનેશનની કામગીરી ચાલતી હોવાનો આરોપ લગાવ્યો છે.

કેન્દ્ર સરકારે વેક્સિનની અછતનો મુદ્દો ઉઠાવનાર રાજ્યોને એક પત્ર લખ્યો છે. મહારાષ્ટ્ર, પંજાબ અને દિલ્હીને સ્વાસ્થ્યકર્મીઓ સહિત તમામ યોગ્ય લાભાર્થીઓને એવરેજ કરતા ઓછા વેક્સિનેશન માટે પત્ર લખ્યો છે.

આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશનું પ્રદર્શન રાષ્ટ્રીય એવરેજ કરતા નીચું છે અને તેમાં સુધારની જરૂર છે.

પત્રમાં જણાવાયું છે કે, રાજ્યોએ પોતાના કોરોના વેક્સિનેશન અભિયાનના પ્રદર્શનને સુધારવા માટે તરત જ પગલાં લેવા જોઈએ. સાથે વધુમાં જણાવ્યું છે કે કોરોના મહામારીને કાબૂમાં લેવા વેક્સિનેશન અભિયાનમાં તમારા સહકારની જરૂરત છે.

આ પત્ર અગાઉ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પણ કડક શબ્દોમાં મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યો પર નિશાન સાધતા જણાવ્યું કે, તેઓ વેક્સિનેશન કર્યા વિના જ વેક્સિનની માગ કરીને પોતાની નિષ્ફળતાઓને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલું જ નહીં તેના કારણે લોકોમાં ભયનો માહોલ પણ ફેલાવી રહ્યા છે.

એક રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રમાં અત્યારસુધી 1,06,19,190 વેક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેમાંથી 90,53,523 ડોઝનો ઉપયોગ કરાયો છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે બીજા ડોઝ આપવાનું પ્રમાણ 27.36 ટકા રહ્યું છે. જે રાષ્ટ્રીય એવરેજ કરતા નીચે છે અને તેમાં સુધારાની જરૂર છે.

Related posts

મૃતદેહનો કબ્જો લઈ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે રવાના કરી દેવામાં આવી હતી.

malay kotecha

બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવા સોનૂ સૂદની અપીલ, વિદ્યાર્થીઓના સમર્થનમાં કરી આ વાત

ravi chaudhari

અમિતાભ બચ્ચને પોતાના ઘર જલસાને લઈ કર્યો ખુલાસો, જાણો કેટલી ફિલ્મોના થયા છે આ ઘરમાં શુટીંગ

ravi chaudhari

Leave a Comment