અમદાવાદ શહેરમાં નકલી પોલીસનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. નકલી પોલીસ બની લોકોને લૂંટતા આરોપીઓ પહેલા બેફામ બની લૂંટ મચાવે છે.
તાજેતરમાં એલિસબ્રિજમાં નકલી પોલીસ પકડાયા બાદ હવે ગોમતીપુર પોલીસે બે નકલી પોલીસને ઝડપી પાડયા છે.મળતી માહિતી મુજબ, થોડા દિવસ અગાઉ નકલી પોલીસે એક યુવકને રિક્ષામાં આવીને રોક્યો હતો અને બાદમાં પૈસાની માંગણી કરી હતી. યુવકે પોતાની પાસે રહેલા 500 રૂપિયા આપી દીધા હતા.
જોકે, અન્ય 2500 રૂપિયા ઓનલાઈન મંગાવીને પડાવી લીધા હતા. આરોપીઓ હોટલ કે ગેસ્ટ હાઉસની બહાર સીસીટીવી ના હોય તેવી જગ્યાએ ઉભા રહી લોકોનો પીછો કરી પોલીસની ઓળખાણ આપી લૂંટ ચલાવતા હતા.
Advertisement
આરોપી હમીદખાન પઠાણ ચોરીના ગુનામાં અગાઉ ઝડપાયો છે. જ્યારે વોન્ટેડ આરોપી રફીક ફકીર ઇસનપુરમાં લૂંટના ગુનામાં પકડાયો હોવાનું સામે આવ્યું છે.
Advertisement