નર્મદા જિલ્લા કોંગ્રેસમાં જૂથવાદ સપાટી પર આવ્યો છે.તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાંથી 900જેટલાં કોંગ્રેસ કાર્યકરોએ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપા માં જોડાઈ ગયા પછી પછી નાંદોદ તાલુકામાં પણ કાર્યકરોની નારાજગી સામે આવી હતી.અને કોંગ્રેસમાં જૂથવાદ સપાટી પર આવ્યો હતો. આજે રાજપીપળા સરદાર ટાઉન હોલમાં કોંગ્રેસનોનવ સંકલ્પ સંમેલન યોજાયું હતું. સ્ટેજ પરથી કેટલાક હોદ્દેદારોની વરણી કરાઈ હતી અને તેમનું સન્માન કરાયું હતું. તે વખતે આ મુદ્દે હોદ્દેદારોની વરણીમાં કેટલાકને અન્યાય થયો હોવાનું બહાર આવ્યું હતું અને જેને કારણે વિવાદ ઉભો હતો. જેમાં ભરત વસાવા નામના એક કાર્યકરે ઉભા થઈને વિરોધ પક્ષના નેતા સુખરામ અને પૂર્વ રેલ મંત્રી અને રાજ્ય સભાના સાંસદ નારણ રાઠવા સમક્ષસીધા સવાલ કર્યો હતો. તમે હારે લાને ઉપર સ્ટેજ પર બેસાડો છો. અને જીતેલાને નીચે બેસાડો છો. આ તે કેવો ન્યાય? આમ કહીને નેતાઓનો રીતસરનો ઉધડો લેતાનેતાઓને જવાબ આપો અઘરો પડી ગયો હતો.નેતાઓએ અને બીજા કાર્યકરોએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને સ્ટેજ પરથી એવુ પણ બોલાતું હતું કે અમારા ઘરનો મામલો છે એ વાત બહાર ના આવવી જોઈએ છતાં એ કાર્યકરમાન્યા નહોતા. અને સભા છોડીને ચાલી જતા સભામાં સન્નાટો છવાઇ ગયો હતો. નેતાઓના મોઢા પણ પડી ગયા હતા.
વહાલા દવલાની નીતિ અપનાવતા કોંગ્રેસ કાર્યકર નો વિરોધ ભારે પડી ગયો હતો. જોકે કાર્યકરે જાહેરમાં વિરોધ કરી સાબિત કરી બતાવ્યું હતું કે કાર્યકર પક્ષનો પાયો છે એનું માન સન્માન નહીં જળવાય કે એની કદર નહીં થાય તો કાર્યકરો પાર્ટી છોડી જતા હોય છે. આ કાર્યકરે તો નર્મદા કોંગ્રેસ પ્રમુખનોખુલ્લો વિરોધ કરી કહ્યું હતું કે આવા પ્રમુખના જોઈએ.આ ઘટના બતાવે છે કે હવે કાર્યકરો જાગૃત થયાછે. નેતાઓની રાજપીપળા ખાતે કોંગ્રેસના સંમેલનમાં સરદાર ટાઉન હોલ કાર્યકરોથી તો ખીચોખીચ ભરેલો હતો પાયાના કાર્યકરો નારાજ હોય એવું દેખાતું સ્ટેજ ઉપર કેટલાક નવા કાર્યકરોના હોદ્દાઓની વરણી કરાઈ ત્યાર પછી સભામાં બેસેલ ભરત વસાવા નામના એક કાર્યકરે જાહેરમાં પ્રશ્નોની ઝડી વરસાવી જવાબ માંગતા સભામાં સન્નાટો વ્યાપી ગયો હતો ભરતભાઈ એવો આક્ષેપ કર્યો હતો કોંગ્રેસનો હાથ એક એવું સંગઠન અને જીતેલા ઓને નીચે બેસાડે છે એમ કહી તેમણે સાચા કાર્યકરોનો અપમાન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો તેમણે જિલ્લા પ્રમુખ ને પણ આડે હાથે લીધા હતા અને જણાવ્યું હતું કે આ પ્રમુખ ને કાઢી મૂકો આવા પ્રમુખ કોંગ્રેસ નહીં ચાલે તે કાર્યક્રમનો
આ કાર્યકરનો કહેવાનો આશય એ હતો કોંગ્રેસમાં રહીને તનતોડ મહેનત કરીને આ વિસ્તારમાંથી અમે જીતીએ છીએ. અમે સાચા કાર્યકરો છીએ.ત્યારે અમારું માન સન્માન જળવાતું નથી અમે જીતેલા માણસો હોવા છતાં આજે અમને નીચે બેસવાનો વારો આવ્યો છે.અને હારેલા લોકોને ઉપર બેસાડો છો.એમનું સન્માન કરો છો એમ કરીને હંગામો મચાવી દીધો હતો.ટાઉન હોલના ભરચક આ કાર્યક્રમમાં કાર્ય કરે નેતાઓનો ઉધડો લેતા નેતાઓને પરસેવો વળી ગયો હતો
આ સંમેલનમાં આજે રેલ મંત્રી નારણ રાઠવાએ ખુદ કબૂલ્યું હતું રાહુલ ગાંધીનેપણ અનેકહ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરો કામ નથી કરતા. ભાજપના કાર્યકરો બુથ સુધી જાય છે. કોંગ્રેસના કાર્યકરો હોદ્દો લઇ ને કામ નથી કરતા. કોંગ્રેસના કાર્યકરોનું સંગઠન નબળું છે. તેને કારણે કોંગ્રેસહારી રહી છે.એક પછી એક કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ છોડીને બીજા પક્ષમાં જઈ રહ્યા છે.જ્યારે કોંગ્રેસના કાર્યકરો પક્ષ ના છોડેતે માટેના પણ પ્રયત્નો કરવા પડશેએવી ચિંતા પણ વ્યક્ત કરી હતી જ્યારે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પણ કહ્યું હતું કોંગ્રેસના કાર્યકર ને હોદ્દો જોઈએ છે પણ કામ કરવું નથી. તેને કારણે પ્રજાના કામો થતા નથી. તે માટે હવે કાર્યકરોએ સંગઠન મજબૂત બનાવવું પડશે. તેમણે સંગઠન ઉપર પણ ભાર મૂક્યો હતો આમ આ સભામાં કોંગ્રેસના આગેવાનોએ જ કોંગ્રેસની નબળાઈ છતી કરી હતી. હવે તેને સુધારવાના પ્રયત્નો કરવા જણાવી 2022 ની ચૂંટણી જીતવા કાર્યકરોને હાકલ કરી હતી. નાંદોદના ધારાસભ્ય પી ડી વસાવાએ ભાજપની મોંઘવારી, બેટોજગારી, નોકરીમાં ભરતી સ્ટેચ્યુ ઓફ યુનિટ માં અસરગ્રસ્તો ના પ્રશ્ને ભાજપા સામે આકરા પ્રહારો કર્યા હતા પણ કોંગ્રેસના કાર્યકરે જાહેર વિરોધ કરી નેતાઓ ના ભાષણ પર પાણી ફેરવી દીધું હતું. હવે જોઈ રહ્યું કે આગામી દિવસમાં કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈને કેટલો અને કેવી રીતે વિશ્વાસ સંપાદન કરે છે એ હવે જોવું રહ્યું.