સુંદર દેખાવા માટે આંખોની સુંદરતા મહત્વનો ભાગ ભજવે છે. આંખોને સુંદર બનાવવા માટે લોકો વિવિધ પ્રકારના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. આનાથી આંખો થોડા સમય માટે સુંદર લાગે છે, પરંતુ તેમાં રહેલા રસાયણો આંખને ઘણું નુકસાન પહોંચાડે છે. એટલું જ નહીં આ પ્રોડક્ટ્સના કારણે આંખોની આસપાસની ત્વચામાંથી ભેજ પણ ખતમ થવા લાગે છે. નિષ્ણાતોના મતે, એવા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ, જેમાં રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. જોકે, ઘરે બનાવેલી વસ્તુઓથી પણ આંખોની સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકાય છે. અમે વાત કરી રહ્યા છીએ હોમમેડ કાજલની.
ઘરે બનાવેલા કાજલની ખાસિયત એ છે કે તેનાથી કોઈ આડઅસર થતી નથી અને તે લાંબા સમય સુધી આંખો પર રહે છે. ખાસ વાત એ છે કે તેને ઘરે સરળતાથી બનાવી શકાય છે. તો ચાલો આજે અમે તમને જણાવીશું કે ઘી અને બદામની મદદથી કાજલ કેવી રીતે ઘરે બનાવી શકાય છે અને તેનાથી કેવા ફાયદા થાય છે.
આ રીતે બનાવો કાજલ
બેથી ત્રણ બદામ લો અને તેને ગેસ પર શેકો. આ પછી બદામ કાળી થઈ જશે, પરંતુ તેમાંથી ધુમાડો નીકળતો રહેશે. આ દરમિયાન બદામને દીવાના કોડીયામાં મૂકી દો અને ઉપરથી એક નાની પ્લેટ વડે ઢાંકી દો. બધી બદામ સાથે આવું કરો. હવે એક હાર્ડ પેપરની મદદથી પ્લેટ પર ચોંટેલી કાળાશને નાના વાસણમાં જમા કરો. આ પછી આ પાવડરમાં થોડું ઘી ઉમેરો. જ્યારે તે ઠંડુ થઇ જાય, ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો.
તેના ફાયદા
ડાર્ક સર્કલ- બદામમાંથી બનેલ આ કાજલ આંખનો થાક પણ દૂર કરે છે અને તેના કારણે ઘરે બનાવેલ કાજલની મદદથી તે ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ કરે છે અને આંખોની સુંદરતામાં વધારો કરે છે.
ભેજ જળવાઈ રહેશે- ઘી અને બદામથી બનેલી આ કાજલને લગાવ્યા પછી આંખોની આસપાસની ત્વચા પર ભેજ જળવાઈ રહેશે. તેથી આ કાજલ બનાવીને રોજ લગાવો.
કોઈ નુકસાન નહીં- આ કાજલમાં રસાયણો ન હોવાને કારણે તે આંખોને પણ નુકસાન પહોંચાડશે નહીં.
વિટામીન ઈ- બદામમાં વિટામીન ઈ ભરપૂર માત્રામાં હોય છે. વિટામીન E આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.