जन मन INDIA
slider news મનોરંજન

એકતા કપૂરે પોતાની નવી વેબ સિરિઝની કરી જાહેરાત, આ બુક પર આધારિત હશે સ્ટોરી

પ્રચલિત ડાયરેક્ટર એકતા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોતાની આગામી વેબ સિરિઝ ‘વર્ડિક્ટ-2: ધ પ્યુપલ્સ વર્સિસ ઈન્દિરા ગાંધી’ની ઘોષણા કરી છે.

એકતા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવિસ્ટ અને અધિવક્તા પ્રશાંત ભૂષણ દ્વારા લખાયેલી બુક ‘ધ કેસ ધેટ શોક ઈન્ડિયાઃ ધ વર્ડિક્ટ ધેટ લીડ ટુ ધ ઈમરજન્સી’ અને વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરની બુક ‘ઈમરજન્સી રીટોલ્ડ’નો ફોટો શેર કરતા જણાવ્યું કે તેમના આગામી વેબ સિરિઝની વાર્તા આ બે પુસ્તકો પર આધારિત હશે.

આ સિરિઝનું નિર્માણ ડિંગ ઈન્ફિનિટી પ્રોડક્શન હાઉસ સાથે મળી અલ્ટર બાલાજી બેનર હેઠળ કરવામાં આવશે. આ વેબ સિરિઝને અલ્ટર બાલાજી સહિત ઝી ફાઈવ પર પણ રિલીઝ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે વર્ષ 1975થી 1977 સુધી 21 મહિનાના સમયગાળા માટે દેશના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી લાગુ કરી હતી. જેમાં લોકોના મૌલિક અધિકારો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો અને તમામ સરકારી સંસ્થાઓને સીધી સરકાર હસ્તક લઈ લેવા માટે બાધ્ય કરવામાં આવી હતી.

આ અગાઉ એકતા કપૂર ‘વર્ડિક્ટઃ સ્ટેટ વર્સિસ નાણાવટી’ નામથી એક વેબ સિરિઝ રિલીઝ કરી ચૂક્યા છે. જે વર્ષ 1995માં એમ.કે. નાણાવટી વર્સિસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર કેસ પર આધારિત હતી. આ વેબ સિરિઝને લોકોનો સારોએવો પ્રતિસાદ સાંપડ્યો હતો.

Related posts

સિંગર પલાશ સેન થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી

madhuri rathod

iPhone બન્યો દુનિયાનો સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન, જાણો Xiaomi અને Samsungનું સ્થાન

ravi chaudhari

JOBS OF THE WEEK: 1800થી વધુ જગ્યાઓ પર ભરતી, જલ્દીથી કરો અરજી

ravi chaudhari

Leave a Comment