એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બિઝનેસમેન રાજ કુંદ્રા વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. મુંબઈ પોલીસે ગયા વર્ષે 20 જુલાઈના રોજ પોર્નોગ્રાફીના કેસમાં તેમની ધરપકડ કરી હતી.
મુંબઈ પોલીસે રાજ કુંદ્રાની ધરપકડ કરતા પહેલા ફેબ્રુઆરીમાં પાંચ લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓ મૉડલ અને અભિનેત્રીઓને ફિલ્મો-વેબ સિરીઝમાં કામ અપાવવાના બહાને તેમની પાસેથી અશ્લીલ ફિલ્મો બનાવતા હતા. જે એપ પર આ પોર્ન ફિલ્મો રિલીઝ કરવામાં આવી હતી, તે રાજ કુંદ્રાની કંપની સાથે સંબંધિત હોવાનો આરોપ છે.
આ ફિલ્મો મુંબઈ નજીક મડ આઈલેન્ડ અને અક્સા પાસેના બંગલામાં બનાવવામાં આવી હતી. અભિનેતાઓ અને અભિનેત્રીઓને ન્યૂડ સીન માટે દબાણ કરવામાં આવતું હતું. આ કામ માટે તેમને ધમકી પણ આપવામાં આવી હતી. આ પોર્નોગ્રાફિક ફિલ્મો એપ પર અપલોડ કરવામાં આવી હતી. આ એપ પર મૂવી જોવા માટે ગ્રાહકોને પૈસા ચૂકવવા પડતા હતા. આ રીતે મોટા પાયા પર ગેરકાયદેસર કારોબાર દ્વારા કાળું નાણું હોવાનો આરોપ છે.