EC On President Election 2022: ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી માટે 18 જુલાઈએ મતદાન થશે અને 21 જુલાઈએ પરિણામ આવશે.
મુખ્યમંત્રી ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ સમાપ્ત થાય છે. 15મી જૂને નોટિફિકેશન જાહેર થશે. 29મી જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. 30 જૂને ઉમેદવારી પત્રની ચકાસણી થશે. તેમજ 3 જુલાઇ સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે. જ્યારે 18મી જુલાઇએ મતદાન થશે. 21મી જુલાઇએ મતગણતરી થશે.
The term of office of President Ram Nath Kovind will be ending on 24th July: Rajiv Kumar, Chief Election Commissioner of India pic.twitter.com/arMBBZZdoI
Advertisement— ANI (@ANI) June 9, 2022
ઈલેકશન કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વોટ આપવા માટે ચૂંટણી પંચ તરફથી જ આપવામાં આવેલી પેનનો ઉપયોગ કરવામાં આવશે. જો કોઈ બીજી પેનનો ઉપયોગ કરવામાં આવ્યો હશે તો તેને અમાન્ય જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, 766 સાંસદ અને 4033 ધારાસભ્ય એટલે કે કુલ 4809 મતદારો વોટિંગ કરી શકશે. વ્હિપ લાગુ નહીં થાય અને મતદાન સંપૂર્ણ રીતે ગુપ્ત રહેશે.
ચૂંટણીની વાત કરીએ તો NDAની સ્થિતિ ગઈ વખતની જેમ આ વખતે પણ મજબૂત છે. પરંતુ તેમણે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા પાસે સમર્થન માંગ્યું છે. જ્યારે UPAની નજર રાજ્યસભાની 16 સીટો પર છે. આ સીટો પર 10 જૂને ચૂંટણી થવાની છે.