આચાર સંહિતા ઉલ્લંઘનને લઈ ઈલેક્શન કમિશને સખતાઈનો સિલસિલો યથાવત રાખ્યો છે. ઈલેક્શન કમિશને કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા મેનકા ગાંધી અને સપા નેતા આઝમ ખાનના ચૂંટણી પ્રચાર કરવા પર પણ રોક લગાવી દીધી છે. મેનકા પર સાંપ્રદાયિક ટિપ્પણી કરવી જ્યારે આઝમ પર જયા પ્રદા માટે અભદ્ર ભાષાના ઉપયોગનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
ચૂંટણી કમિશને સખત કાર્યવાહી કરતા સપા નેતા આઝમ ખાનના ચૂંટણી પ્રચાર કરવા પર 72 કલાકની રોક લગાવી દીધી. મંગળવારે સવારે 10 વાગ્યાથી પ્રતિબંધ લાગુ થશે. જ્યારે મેનકાના ચૂંટણી પ્રચાર કરવા પર 48 કલાકની રોક લગાવાઈ છે. મેનકા આ વખતે સુલ્તાનપુરથી ચૂંટણી લડી રહ્યા છે.
શું છે આરોપ
મેનકા ગાંધીએ સુલ્તાનપુરમાં એક રેલી દરમિયાન મુસ્લિમ મતદાતાઓને કહ્યું હતુ કે જો તેમને ઓછા વોટ મળે તો તેની અસર થનારા કામો પર પડશે.
એ જ પ્રકાર આઝમ ખાને રામપુરથી ભાજપ ઉમેદવાર જયા પ્રદા વિરુદ્ધ ખુબ જ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. બંન્ને મામલે રિપોર્ટ ઈલેક્શન કમિશનને મોકલવામાં આવ્યો હતો. આ બંન્નેના નિવેદનો પર ખુબ જ હંગામો મચ્યો હતો.