રેલવે અને એર ઈન્ડિયાની ટિકિટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટોને ચૂંટણી કમિશને પણ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન માન્યું છે. આયોગે રેલ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખી જવાબ માંગ્યો છે.
આયોગે પુછ્યુ છે કે આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ પણ રેલ ટિકિટથી પ્રધાનમંત્રીના ફોટો કેમ નથી હટાવવામાં આવ્યા અને ફોટો લાગેલા એર ટિકિટો કેમ જાહેર કરવામાં આવી ! ચૂંટણી આયોગે મંત્રાલયો પાસે ત્રણ દિવસમાં જવાબ આપવા માટે કહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ફોટો સાથે બોર્ડિંગ પાસ જાહેર કરવાને લઈ એર ઈન્ડિયાની આલોચના થઈ રહી છે. કેટલાક દિવસ પહેલા રેલ ટિકિટો પર પ્રધાનમંત્રીના ફોટોને લઈને પણ બબાલ થઈ ગઈ હતી.
એરલાઈને કહ્યું કે ફોટોવાળા બોર્ડિંગ પાસ જો આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતા મળી આવ્યા તો તેને પરત લેવામાં આવશે. આ પાસ ત્રીજા પક્ષના વિજ્ઞાપનના રૂપમાં જાહેર કરવામાં આવ્યા.