નવી દિલ્હીઃ ગ્રહોમાં સૌથી ચમકીલા તારા અને જીવનમાં તમામ ભૌતિક સુખ આપનારા શુક્ર 29 જાન્યુઆરીએ માર્ગી થવા જઈ રહ્યો છે. અત્યાર સુધીમાં શુક્ર વક્રી એટલે કે ઉલ્ટી ચાલ ચાલી રહ્યો હતો. હવે શુક્ર ધન રાશિમાં સીધી ચાલ ચાલશે અને તેની અસર તમામ 12 રાશિઓ પર પડશે. પણ 3 રાશિાળા માટે આ ફેરફાર ખુબ જ શુભ સાબિત થશે. 23 દિવસ સુધી ગુરૂની રાશિ ધનુમાં રહીને શુક્ર આ રાશિઓના જાતકોને ખુબ લાભ આપશે.
માર્ગી શુક્ર આપે છે આ લાભ
જ્યોતિષ શાસ્ત્રના પ્રમાણે શુક્ર ભૌતિક સુખ, વિલાસિતા, શોહરત, રોમાન્સ, પ્રેમ, સોંદર્યના કારક છે. શુક્રના માર્ગી હોવાથી જીવનના આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક ફળ મળે છે. શુક્ર ગ્રહ વૃષભ અને તુલા રાશિઓના સ્વામી છે.
મેષ (Aries)
મેષ રાશિના જાતકો માટે શુક્રનું માર્ગી હોવું ખુબ જ શુભ સાબિત થશે. તેમને દરેક કામમાં સફળતા મળશે. પ્રગતીની નવી તકો મળશે. ધનલાભ થઈ શકે છે. પ્રેમ માટે સમય સારો છે. પાર્ટનર સાથે સારો સમય વિતશે. કારોબારીઓને મોટો લાભ થઈ શકે છે.
વૃષભ (Taurus)
વૃષભ રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે. જેથી શુક્રનું માર્ગી હોવું આ રાશિના જાતકોને ખુબ જ લાભ આપશે. યાત્રાઓ થઈ શકે છે અને તે લાભદાયક પણ સાબિત થઈ શકે છે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. ઘરમાં પણ ખુશહાલી રહેશે. ખોટા મિત્રોથી બચો.
મિથુન (Gemini)
મિથુન રાશિવાળા માટે પણ માર્ગી શુક્ર ખુબ લાભ આપશે. આ સમય માન-સન્માન અને ભૌતિક સુખ આપનારો રહેશે. લગ્નની રાહ જોઈ રહેલા લોકોને ત્યાં શરણાઈઓ વાગી શકે છે. ખર્ચા પર ધ્યાન આપો.
કુંભ (Aquarius)
માર્ગી શુક્ર કુંભ રાશિના જાતકોને તગડો લાભ આપશે. બિઝનેસ હોય કે વેપાર, બંન્નેમાં જોરદાર સફળતા મળશે. પૈસા અને માન-સન્માન મળશે. આ સમય દરેક કામમાં સફળતા અપાવનારો રહેશે. માટે જેટલું બની શકે, તેનો લાભ લો.
નોંધ-આ લેખ ફક્ત કેટલીક સામાન્ય માહિતી તેમજ માન્યતાઓને આધારે છે, અમે તેની પુષ્ટી કરતા નથી.