અમદાવાદમાં લાયસન્સની તંગી નિવારવા RTOએ મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં હવેથી ડિજિટલ લાયસન્સ માન્ય ગણવામાં આવશે. સ્માર્ટકાર્ડના અભાવના કારણે ડિજિટલ લાયસન્સ માન્ય ગણવામાં આવશે.
હવેથી વાહન ચાલક મોબાઈલમાં અથવા DG લોકરમાં રાખેલું લાયસન્સ ટ્રાફિક પોલીસને બતાવી શકશે અને ટ્રાફિક પોલીસકર્મીએ પણ આ લાયસન્સ માન્ય ગણવું પડશે. અમદાવાદમાં સ્માર્ટકાર્ડમાં ઉપયોગ થતી ચિપના અભાવના કારણે 14 હજાર લાયસન્સ પેન્ડિંગ છે. જેને કારણે RTO દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
RTOના આ નિર્ણયથી વાહન ચાલકોને મોટો ફાયદો થશે. ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસને પણ આ બાબતે જાણ કરી દેવામાં આવી છે. જેથી હવે કોઈ ચાર રસ્તા પર વાહન પકડે અને જો લાયસન્સ ઈશ્યૂ ન થયું હોય કે ઘરે ભૂલી ગયા હોય તો DG લોકરનો ઉપયોગ કરી તમે પુરાવા બતાવી શકો છો જેને પોલીસે કે જ્યાં જરૂર પડે ત્યાં અધિકારીઓએ માન્ય રાખવા જરૂરી છે.
DG લોકરમાં આ રીતે સેવ કરો દસ્તાવેજ
DG લોકરરમાં તમારા દસ્તાવેજને સેવ કરવા માટે તમારે દસ્તાવેજોને સ્કેન કરવા પડશે. તેના માટે તમે તમારા દસ્તાવેજોની તસવીર ક્લિક કરી શકો છો અને પછી તેને ડિજિલોકરમાં સેવ કરી શકો છો. ડિજિલોકરમાં તમે માર્કશીટ, ડ્રાઈવિંગ લાયસન્સ સહિતના ઘણાં દસ્તાવેજો સેવ કરી શકો છો.