ડભોઇ દયારામ કેળવણી મંડળ સંચાલિત દયારામ શારદા મંદિર સ્કૂલના ધોરણ 6થી 8ના બાળકો માટે પર્યાવરણ સંરક્ષણ અને જાળવણી વિષય ઉપર પ્રોજેકટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકો દ્વારા સુંદર પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યા હતા.
દયારામ કેળવણી મંડળ સંચાલિત દયારામ શારદા મંદિર સ્કૂલ માધ્યમિક વિભાગના ઉપક્રમે બાળકોમાં પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિના પ્રયાસ સાથે સંસ્થાના પ્રમુખ દિપકભાઈ ભોઈવાલાના માર્ગ દર્શન હેઠળ પ્રોજેકટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર જળ બચાવ, વૃક્ષ બચાવ, સેવ અર્થ, જેવા સુંદર પ્રોજેકટ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય શિક્ષિકા જયશ્રીબેન ગજ્જર દ્વારા સમગ્ર સ્પર્ધાનું સંચાલન કરવામાં આવ્યું હતું તો પ્રમુખ દિપકભાઈ ભોઈવાલા દ્વારા બાળકોને પર્યાવરણ રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
રિપોર્ટઃ હિતેશ જોશી, ડભોઇ