જો તમારા સ્માર્ટફોનમાં છે આ 9 એપ્સ તો તમે ખતરામાં છો. ગૂગલ પ્લે સ્ટોરે આ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ હોઈ શકે છે પહેલેથી જ આ એપ તમારા સ્માર્ટફોન ઇન્ટોલ હોય. તમારે આ એપ્લિકેશનને તાત્કાલિક હટાવી દેવી જોઇએ.
સાયબર સિક્યુરિટી સંશોધકોએ ખુલાસો કર્યો છે કે, સ્માર્ટફોન યુઝર્સ દુર્ભાવનાપૂર્ણ સોફ્ટવેરથી જોખમમાં છે જે તેમના ફેસબુક એકાઉન્ટ્સને હાઇજેક કરી શકે છે. એવી ઘણી એપ્સ છે જે તમે ડાઉનલોડ કરી હશે અને ડિલીટ કરવાનું ભૂલી ગયા હશો. તે ફોનના ખૂણામાં પડી હશે અને તમારી નજરથી દૂર હશે.
Google Play Storeએ આ એપ્લિકેશન્સ પર મૂક્યો પ્રતિબંધ
ગૂગલ પ્લે સ્ટોર દ્વારા આ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ એપ્સ યુઝર્સ માટે ખતરનાક છે, તે યુઝર્સનો ડેટા ચોરી શકે છે. તે તેમના ટ્વીટર અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી માહિતી ચોરી શકે છે.
આ એપ્લિકેશન્સ યુઝર્સની બેંક વિગતો પણ કાઢી શકે છે. આ અપ્લિકેશનને તમારે તાત્કાલિક તમારા ફોનમાંથી ડિલીટ કરી દેવી જોઇએ, નહીંતર તમારી મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.
Google Play Storeએ હટાવી આ 9 એપ્લિકેશન્સ
1. GG Voucher
2. Vote European Football
3. GG Coupon Ads
4. application.app_moi_6 : GG Voucher Ads
5. com.free.voucher : GG Voucher
6. Chatfuel
7. Net Coupon
8. com.movie.net_coupon : Net Coupon
9. EURO 2021 Official