जन मन INDIA
slider news જીવનશૈલી

શું તમને પણ છે ડાયાબિટીસ? તો આ વસ્તુઓથી જાળવી રાખો અંતર, થશે ઘણા લાભ

ડાયાબિટીસ વિશ્વ સાથે ભારતમાં પણ હવે આમ બીમારી બની ગઈ છે. ડાયાબીટિઝ ત્યારે થાય છે જ્યારે તમારા શરીરના લોહીમાં ગ્લુકોઝ વધી જાય છે. આ એક એવી બીમારી છે જેનો કોઈ જ ઈલાજ નથી. પરંતુ પોતાની લાઈફસ્ટાઈલમાં થોડો બદલાવ કરવાથી તેને કન્ટ્રોલ જરૂરથી કરી શકાય છે.

કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોસ્ડેડ ફ્રુડ અને ખાંડ તમારા શરીરના લોહીમાં શુગરનું સ્તર વધારી શકે છે. જોકે ડાયાબિટીસ થવાનો એ અર્થ નથી કે તમે તમારું મનપસંદ ભોજન છોડી દો. આરોગ્યપ્રદ અને સંતુલિત ડાયટના પાલનથી તમે ડાયાબિટીસને મેનેજ કરી શકો છો.

જે લોકોને ડાયાબિટીસ છે તેઓ ઘણીબધી વસ્તુ એવી છે જેનું સેવન કરી શકે છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ પણ છે જેના આરોગવા પર તેમણે ધ્યાન આપવું જોઈએ. તો ચાલો જાણીએ ડાયાબિટીસના દર્દીઓએ કઈ વસ્તુથી દૂર રહેવું જોઈએ.

તળેલું ભોજનઃ ફ્રેંચ ફ્રાઈઝ જેવા તળેલા ભોજનમાં કાર્બોહાઈડ્રેડ્સની માત્રા ઘણી વધું હોય છે. આ ખાદ્ય પદાર્થ લોહિમાં સુગરના પ્રમાણને વધારે છે.

ક્રીમ દૂધઃ દૂધને એક સંપૂર્ણ ભોજન માનવામાં આવે છે, કારણ કે તેમાં ભરપુર માત્રામાં પોષક તત્વો ઉપસ્થિત હોય છે. પરંતુ જે લોકોને ડાયાબિટીસ છે તેમણે દૂધના સેવનથી થોડુક સતર્ક રહેવાની જરૂર છે. ખાસ કરીને તેમણે ક્રીમ દૂધ ન આરોગવું જોઈએ, કારણે કે તેમાં ફેટની માત્રા વધુ પ્રમાણમાં હોય છે.

ફળોનો જ્યુસઃ ડાયાબિટીસથી પીડિત લોકો માટે ફળ સારા છે. પરંતુ ફળોનો જ્યુસ તેમના માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે જ્યુસમાં વધુ ફળોનો સમાવેશ થાય છે. સાથે જ જ્યુસ બનાવતા સમયે ફળોમાંથી ફાઈબર પણ નીકળી જાય છે. જેના કારણે લોહીમાં સુગરનું સ્તર તુરંત જ વધવા લાગે છે.

રિફાઈન્ડ લોટઃ સફેદ બ્રેડ, સફેદ ચોખા, પાસ્તા, બેકરીનું બોજન, નાસ્તો આ વસ્તુઓ એવી છે જે ડાયાબિટીસના દર્દીઓએ ન ખાવી જોઈએ. આ વિસ્તુઓમાં હાઈ ગ્લાઈસેમિક ઈન્ડેક્સ હોય છે. જેના કારણે લોહિમાં સુગરનું પ્રમાણ એકદમ વધી જાય છે.

ફ્લેવર્ડ દૂધઃ આપણને ભલે એવું લાગે કે ફ્લેવર્ડ દહીં પ્રોબાયોટિકનો એક સારો સ્ત્રોત છે. પરંતુ હકીકત એ છે કે, આ સેહદમંત નથી. હાલમાં બજારમાં ઉપલ્બધ ઘણા દહીં ફ્લેવર્ડ જ હોય છે. તો તેનાથી દૂર રહો.

નોંધઃ આ લેખ ફક્ત વાચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોય તો ડૉક્ટરનો સંપર્ક કરવો.

Related posts

ઇન્ડોનેશિયાઃ ભૂકંપથી જાવામાં 7 લોકોના મૃત્યુ, અનેક મકાનો અને ઇમારતોને નુકસાન

malay kotecha

શું તમે વધતા વજનથી પરેશાન છો, તો ફોલો કરો આ ટિપ્સ

ravi chaudhari

સિંગર પલાશ સેન થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી

madhuri rathod

Leave a Comment