હિન્દુ પંચાંગનો પહેલો મહિનો એટલે કે ચૈત્ર મહિનો અત્યંત ખાસ છે. આ જ મહિનાથી હિન્દુ નવવર્ષની શરૂઆત થાય છે. આ મહિનામાં ચૈત્ર નવરાત્રી આવે છે, ભગવાન શ્રી રામની જન્મ જયંતી પણ આ જ મહિનામાં આવે છે અને શ્રી રામના પરમભક્ત હનુમાનજીની જન્મ જયંતી પણ આ મહિનામાં મનાવવામાં આવે છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે સંકટમોચન હનુમાનજીનો જન્મ થયો હતો. આ વર્ષે 16 એપ્રિલ 2022ના રોજ શનિવારે હનુમાન જયંતી છે.
એપ્રિલ મહિનામાં રાશિ બદલી રહ્યા છે શનિ, રાહુ-કેતુ
જ્યોતિષની નજરોથી જોવા જઈએ તો એપ્રિલ મહિનો ઘણા બદલાવો લઈને આવ્યો છે. આ મહિનામાં શનિ, રાહુ-કેતુ જેવા ગ્રહો રાશિ પરિવર્તન કરી રહ્યા છે, જેમની ખરાબ દ્રષ્ટિ પણ જીવન નષ્ટ કરવા માટે પૂરતી છે. છાયા ગ્રહ રાહુ-કેતુ 12 એપ્રિલ 2022ના રોજ રાશિ પરિવર્તન કરી રહ્યા છે, જ્યારે શનિ 29 એપ્રિલ 2022ના રોજ ગોચર કરશે. જ્યોતિષ અનુસાર, આ ક્રૂર ગ્રહોની સ્થિતિમાં બદલાવ ઘણી રાશિના જાતકો પર ભારે સાબિત થશે. આવામાં આ ગ્રહોથી મળતા અશુભ ફળોના ઉપાયો કરી લેવામાં જ સમજદારી છે.
બધા સંકટો દૂર કરશે હનુમાન
– પવનપુત્ર હનુમાન દરેક સંકટ દૂર કરે છે અને એટલા માટે જ તેમણે સંકટમોચન કહેવામાં આવે છે. જો 16 એપ્રિલના રોજ હનુમાન જયંતીના દિવસે અમુક ઉપાયો કરવામાં આવે, તો શનિ, રાહુ-કેતુથી મળતા ખરાબ પરિણામોથી ઘણી હદ સુધી રાહત મળે છે.
– હનુમાન જયંતીના દિવસે 11 વાર હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. હનુમાન મંદિરમાં જઈને સંકટમોચનની મૂર્તિ સામે બેસીને પાઠ કરો. આમ કરવાથી શનિની ઢેય્યા કે સાડા સાતીથી પીડિત જાતકોને પણ ઘણી રાહત મળશે.
– હનુમાનજીને બેસનના લોટના લાડુ ખૂબ જ પસંદ છે. હનુમાન જયંતીનાં દિવસે તેમને આ લોટના લાડુનો ભોગ લગાવવો જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. સંકટમોચનને મીઠું પાન પણ અર્પિત કરવું જોઈએ. તેમાં ગુલકંદ, સોફ અને ગુલાબકતરીનો ઉપયોગ કરો પરંતુ ચૂનો, સોપારી, આર્ટીફીશીયલ સુગંધિત વસ્તુઓ ભૂલથી પણ ન નાખો.
– હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી અનેક સમસ્યાઓનો ઉકેલ મળે છે. હનુમાન જયંતીનાં દિવસે બજરંગબલીને સિંદૂર જરૂર ચઢાવવું જોઈએ. સાથે જ ચમેલીનાં ફૂલોની માળા અને લાલ લંગોટ પણ અર્પિત કરો. જો આ ઉપાય હનુમાન જયંતીથી શરુ કરીને આવતી 11 પૂર્ણિમા સુધી કરશો, તો મોટા મોટા સંકટોથી રાહત મળી શકે છે.
– હનુમાન મંદિરમાં ત્રિકોણ લાલ ઝંડો લહેરાવવો જોઈએ. આમ કરવાથી દરેક કામમાં સફળતા મળશે.
નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.