Do not eat these things with tea: દેશભરમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. આ વરસાદની ઋતુમાં લોકોને ચા સાથે ગરમાગરમ ભજીયા-પકોડા ખાવાનું મન થાય છે. જો તમે પણ ચા સાથે પકોડા ખાવાના શોખીન છો, તો આ ખબર તમારા માટે જ છે. શું તમે જાણો છો કે ચા સાથે ગરમ પકોડા ખાવા તમારા માટે નુકસાન દાયક હોઈ શકે છે. આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે ચા સાથે કઈ ચીજોનું સેવન ન કરવું જોઈએ. કારણ કે કેટલીક એવી ચીજો છે, જેને ચા સાથે સેવન કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે.
વરસાદની ઋતુમાં ચા ની ચુસ્કી સાથે સૌથી વધારે બેસનના પકોડા ખાવામાં આવે છે. પણ બેસનથી બનેલી ચીજો જેમ નમકીન કે પકોડા ખાવા હેલ્ધી આદત નથી. હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે ચા સાથે બેસનની ચીજોને ખાવાથી શરીરમાં પોષકક તત્વોની કમી થઈ જાય છે અને તે પાચન સંબંધી સમસ્યાઓ પણ પેદા કરી શકે છે.
આા ઉપરાંત ચા સાથે કોઈ કાચા શાકભાજી કે ફળ ન ખાવા જોઈએ. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે ચા સાથે કાચી ચીજો ખાવાથી સ્વાસ્થ્ય અને પેટને નુકસાન પહોંચી શકે છે. માટે ગરમ ચા સાથે સલાડ, અંકુરિત અનાજ કે પછી બાફેલા ઈંડા લેવાથી બચવું જોઈએ.
તમે વડીલોને કહેતા સાંભળ્યા હશે કે ચા પીદ્યા બાદ ક્યારેય પણ પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે. તેનાથી ગંભીર એસીડિટી કે પેટની અન્ય સમસ્યા પણ પેદા થઈ શકે છે આ સાથે જ તેનાથી તમારા દાંત પણ ખરાબ થઈ શકે છે.
ચા સાથે હળદરથી બનેલી ચીજોનું સેવન કરવાથી બચવું જોઈએ. હકીકતમાં ચા અને હળદરમાં રહેલા રસાયણિક તત્વ આપસમાં ક્રિયા કરીને પેટમાં રાસાયણિક ક્રિયા કરી પાચન તંત્રને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી પેટ સંબંધી પરેશાનીઓ થઈ શકે છે.