Diwali 2021: દિવાળી નિમિત્તે ઘર-દુકાનો, ઓફિસો વગેરેની સજાવટ કરવામાં આવે છે. સજાવટમાં લાઇટિંગ, ફૂલો વગેરે માટે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ દરમિયાન જો મુખ્ય દ્વાર પર કેટલીક ખાસ વસ્તુઓ લગાવવામાં આવે તો આખું વર્ષ ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. ઘરના સભ્યોને વર્ષ દરમિયાન પ્રગતિ અને નાણાંકીય લાભ મળે છે. તેથી દિવાળીના અવસર પર માં લક્ષ્મીના આગમન માટે ઘરની સજાવટ કરતી વખતે આ વસ્તુઓનો ઉપયોગ અવશ્ય કરો. તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.
સજાવટમાં આ વસ્તુઓનો કરો ઉપયોગ
સ્વસ્તિકઃ ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક લગાવવો ખૂબ જ શુભ હોય છે. તેનાથી આખું વર્ષ ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. જો શક્ય હોય તો દરવાજા પર ચાંદીનો સ્વસ્તિક લગાવો. તેનાથી નકારાત્મકતા પણ ઘરમાં પ્રવેશતી નથી.
લક્ષ્મીજીના ચરણઃ દિવાળીના અવસરે ઘરના મુખ્ય દ્વાર પર લક્ષ્મીજીના ચરણ અવશ્ય લગાવો. ચરણ ઘરની અંદરની તરફ આવતા હોય એ રીતે લગાવો. આમ કરવાથી આખું વર્ષ ઘરમાં માં લક્ષ્મીનો વાસ રહે છે.
ચારમુખી દીવોઃ દિવાળીના સમયે ઘરના દરવાજા પર ચાર મુખવાળો દીવો જરૂર પ્રગટાવો. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાં સુખ-શાંતિ રહેશે.
તોરણઃ ભલે તમે ડેકોરેશન માટે તાજા ફૂલો કે પ્લાસ્ટિકના ફૂલોનો ઉપયોગ કરતા હોવ, પરંતુ ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવ અને કેરીના પાનનું તોરણ લગાવવાનું ભૂલશો નહીં. જો શક્ય હોય તો આ તોરણને પાંચ દિવસ સુધી લગાવીને રાખો.
રંગોળીઃ ઘરની બહાર સજાવટ અને સુંદરતા માટે રંગોળી બનાવવામાં આવે છે પરંતુ તેનું મહત્વ સૌંદર્ય કરતાં પણ વધારે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે રંગોળીની પાસે એક કળશમાં પાણી ભરીને પણ રાખો.
નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.