મોટાભાગે લોકો રોજ નહાવામાં વિશ્વાસ રાખે છે. ડૉક્ટર પણ સલાહ આપે છે કે જો તમે દરરોજ નહાઓ છો તો તમે ઘણા પ્રકારની બીમારીઓથી બચ્યા રહેશો. પણ આ વચ્ચે એક ઘટના જાણવા મળી છે કે દુનિયામાં એક એવો શખ્સ પણ છે જે છેલ્લા 67 વર્ષથી નથી નહાયો. લોકો આ શખ્સને દુનિયાનો સૌથી ગંદો વ્યક્તિ કહી રહ્યા છે.
ક્યાં રહે છે દુનિયાનો ‘સૌથી ગંદો વ્યક્તિ’?
ધ સનમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, દુનિયાના આ સૌથી ગંદા આદમીનું નામ Amou Jaji છે. તેની ઉંમર લગભગ 87 વર્ષ છે. Amou Jaji ઈરાનના Dejgah ગામમાં રહે છે. Amou Jaji આજથી લગભગ 67 વર્ષ પહેલા 20 વર્ષની ઉંમરમાં છેલ્લીવાર નહાયો હતો.
તમને હેરાન કરી દેશે આ વાત
હેરાનીની વાત એ છે કે છેલ્લા 67 વર્ષથી ન નહાવા છતા Amou Jaji સ્વસ્થ છે. ડૉક્ટરોએ Amou Jajiના ઘણા ટેસ્ટ કર્યા, જેમાં તે સ્વસ્થ મળી આવ્યો. તેને કોઈ બીમારી નથી.
કેમ નથી નહાતો આ શખ્સ?
67 વર્ષથી ન નહાવાનો દાવો કરનારો Amou Jajiનું કહેવું છે કે નહાવું તેના માટે અશુભ સાબિત થશે અને તે મૃત્યુ પામશે.
ફક્ત નહાવાના મામલે જ ગંદો નથી આ શખ્સ
જાણકારી પ્રમાણે, Amou Jaji ફક્ત નવાવાના મામલે જ ગંદો નથી. તે રસ્તા પર પડેલા મૃત જાનવરોને ખાય છે. તદ્દપરાંત તે નાળાનું પાણી પણ પીવે છે. Amou Jajiને સાહી (porcupines) ખાવાનું ખુબ પસંદ છે.
ઉલ્લેખનીય છે કે, Amou Jajiના યૂનિક લાઈફસ્ટાઈલના કારણે તેનો કોઈ મિત્ર નથી. કોઈ તેને પોતાની પાસે પણ આવવા નથી દેતો. પણ Amou Jaji આજકાલ વૈજ્ઞાનિકોના આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. વૈજ્ઞાનિક રિસર્ચ માટે Amou Jajiની પાસે આવતો રહે છે.