ધ્રાંગધ્રા નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનું શાસન છે, ત્યારે અગાઉ ઉપપ્રમુખ તરીકે રફીકભાઇ ચૌહાણ હતા. જેઓનું અવસાન થતાં નગરપાલિકામાં નવા ઉપપ્રમુખ માટે અનેક નામોની અટકળો ચાલતી હતી. ત્યારે અંતે આ તમામ અટકળોનો અંત આવતા ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ઉપપ્રમુખની વરણી કરાઇ છે.
જેમાં વોર્ડ નંબર 1ના સુધરાઇ સભ્ય જીલાભાઇ મેવાડાની ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખની વરણી સમયે થોડા અંશે વિરોદ્ધ પણ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 5ના સુધરાઇ સભ્ય કાંતિભાઇ દાનાભાઇ છાસીયા દ્વારા એક જ વોર્ડના પ્રમુખ અને ઉપપ્રમુખ હોવાના લીધે વિરોદ્ધ કરાયો હતો.
પરંતુ બાદમા ભાજપ સંગઠનના પ્રમુખની ડખલગીરી બાદ વિરોદ્ધ શાંત થતા અંતે જીલાભાઇ મેવાડાને સર્વાનુમતે ઉપપ્રમુખ તરીકે જાહેર કરાયા હતા.
Advertisement
રિપોર્ટઃ સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા
Advertisement