ઘરમાં જ્યારે પણ તમે ખાવાનું બનાવવા માટે ડુંગળી કાપો છો તો આંખમાં બળતરા અનુભવાવા લાગે છે અને આંસુ નિકળવા લાગે છે. તેનાથી બચવા માટે લોકો અનેક પ્રકારના આઈડિયા લગાવે છે. એટલું જ નહીં, કેટલાક લોકોએ તો ડુંગળી કાપતી વખતે બાઈકનું હેલમેટ પણ લગાવ્યું.
આ તસ્વીર પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી. એકવાર ફરીથી એક વીડિયો ઈન્ટરનેટ પર સનસની મચાવી રહ્યો છે, જેમાં ડુંગળી કાપતી વખતે આંખની બળતરાથી બચવા માટે છોકરીએ નવો દેશી જુગાડ લગાવ્યો છે.
ડુંગળી કાપવા માટે લગાવ્યો ગજબ દેશી જુગાડ
જી હાં, સોશિયલ મીડિયા પર વાયરલ થનારા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી કિચનમાં ઉભી થઈને ઘણીબધી ડુંગળી કાપી રહી છે. તેણે પોતાની આંખો પર ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક પૉલીથીન લગાવી રાખી છે.
ડુંગળી કાપતી વખે આંખમાં બળતરા ન થાય, તેના માટે એવો દેશી જુગાડ જોઈને લોકો ખુબ જ હસી રહ્યા છે. લોકોને આ આઈડિયા ખુબ પસંદ આવ્યો. કેટલીક જ સેકન્ડનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ખુબ જોવામાં આવી રહ્યો છે. છોકરીએ જેવું કેમેરા સામે જોયું તો તે પોતે પણ હસવા લાગી.