जन मन INDIA
slider news ભારત

ફક્ત વેક્સિન જ નહીં ભારતીય સિરિંજની પણ માંગ, ભારત તરફ આશાની નજરે જોઈ રહ્યું છે વિશ્વ

વિશ્વભરમાં કોરોના મહામારીએ છેલ્લા એક વર્ષથી હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાની સામે લડવા વિશ્વના અનેક દેશોએ વેક્સિન સંશોધન પાછળ કામ કર્યું અને અંતે કોરોનાની વેક્સિન શોધવામાં સફળતા હાથ લાગી.

જોકે વેક્સિન ઉત્પાદન મામલે વિશ્વમાં એક જ ભારત દેશ છે જે મોટાપાયે વેક્સિનનું ઉત્પાદન કરી શકે અને ભારતે પણ તે સાબિત કરી બતાવ્યું છે. વિશ્વભરના અનેક દેશોમાં વેક્સિન પહોંચાડી ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને કાયમ રાખી છે.

આપણો દેશ ભારત ન માત્ર વેક્સિન પરંતુ તેને લગાવવા માટેની સિરિંજ ઉત્પાદનમાં પણ ઝડપથી આગળ વધી રહ્યો છે અને વિશ્વ ભારત તરફ એક આશા સ્વરૂપે જોઈ રહ્યું છે.

વેક્સિનેશન માટે સિરિંજ ખુબ જ ઉપયોગી છે. ખરાબ સિરિંજના કારણે જાપાનમાં ફાઈઝર બાયોટેકના લાખો ડોઝ બર્બાદ થઈ ગયા. યૂરોપીય યૂનિયનને પણ સિરિંજની શોધ છે. જેના કારણે ફાઈઝરની વેક્સિનના ડોઝનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકાય.

આ તકને જોતા ભારતીય કંપનીઓ 0.3થી 0.5 એમએલની વિવિધ પ્રકારની સિરિંજનું નિર્માણ કરી રહી છે. જેમાં ઓટો ડિસેબલથી લઈ ડિસ્પોઝેબલ સિરિંજ સામેલ છે.

જાણકારોના મત અનુસાર, વિશ્વના 60 ટકા લોકોને કોરોના વેક્સિન લગાવવા માટે 1 હજાર કરોડ સિરિંજની જરૂર પડશે. વિશ્વની સૌથી મોટી સિરિંજ ઉત્પાદક કંપનીઓમાં સામેલ હિંદુસ્તાન સિરિંજ મેડિકલ ડિવાઈસ છે. એવામાં દુનિયા ભારત તરફ આશાની નજરે જોઈ રહ્યું છે.

કોરોના કાળ પહેલા ભારત 200 કરોડ સિરિંજની નિકાસ કરતું હતું. જ્યારે 400 કરોડ સિરિંજ ચીન પાસેથી મળતી હતી. અમેરિકા અને ચીન વિશ્વભરમાં સિરિંજના મોટા ઉત્પાદક છે.

હાલ ચીને સિરિંજની કિંમતોમાં 20થી 40 ટકાનો વધારો કર્યો છે. જ્યારે અમેરિકા પોતાની આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. આવા સમયે ભારત પાસે પોતાનું ઉત્પાદન વધારી વિશ્વની માગને પૂર્ણ કરવાનો એક મોટો અવસર છે.

Related posts

કોરોનાની પીક સાથે ફરી સોનાના ભાવમાં તેજી, જાણો છેલ્લા 10 દિવસમાં કેટલા વધ્યા ભાવ

ravi chaudhari

ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને વ્યાજબી ભાવે અપાશે રેમડેસિવિર ઈન્જેક્શન, હાઈપાવર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

ravi chaudhari

શું તમને વધારે પરસેવો આવવાની સમસ્યા છે? તો ચેતી જજો, આ હાર્ટ એટેકનું લક્ષણ હોય શકે છે

madhuri rathod

Leave a Comment