जन मन INDIA
slider news ભારત

દેશમાં વધી રહ્યો છે કોરોનાનો પ્રકોપઃ માસ્ક વગર ચૂંટણી પ્રચાર પર HCએ EC-કેન્દ્રને નોટિસ ફટકારી

દેશમાં કોરોનાના વધતા કેસને જોતા દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પ્રચાર દરમિયાન માસ્ક પહેરવું સુનિશ્ચિત કરવા સંબંધી અરજી પર સુનાવણી કરતા ચૂંટણીપંચ અને કેન્દ્રને નોટિસ ફટકારી છે.

દિલ્હી હાઈકોર્ટમાં વિભિન્ન રાજ્યોમાં જારી ચૂંટણી દરમિયાન કરવામાં આવી રહેલા પ્રચારમાં સામેલ પ્રત્યેક વ્યક્તિ માટે માસ્કનો ઉપયોગ અનિવાર્ય કરવાનો અનુરોધ કરવાવાળી એક અરજી દાખલ થઈ હતી, જેના પર સુનાવણી કરતા ગુરૂવારે હાઈકોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે.

મુખ્ય ન્યાયાધીશ ડીએન પટેલ અને ન્યાયમૂર્તિ જસમીત સિંહની પીઠે ઉત્તર પ્રદેશના પૂર્વ ડીજીપી તેમજ થિંક ટેંક ‘સેન્ટર ફૉર એકાઉન્ટેબિલિટી એન્ડ સિસ્ટમિક ચેન્જ’ (casc)ના પ્રમુખ વિક્રમ સિંહની અરજી પર કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ જારી કરી તેમનો જવાબ માંગ્યો છે.

કોર્ટે આ મામલે આગલી સુનાવણી 30 એપ્રિલે નક્કી કરી છે, જ્યારે તે સિંહની મુખ્ય અરજી પર પણ સુનાવણી કરશે. મુખ્ય અરજીમાં સિંહે એવા પ્રચારકો તેમજ ઉમેદવારોને વિધાનસભા ચૂંટણીમાં પ્રચારને રોકવાનો અનુરોધ કર્યો છે જે કોવિડ-19 વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા જારી આવશ્યક દિશા-નિર્દેશોનું વારં-વાર ઉલ્લંઘન કરી રહ્યા છે.

સિંહ તરફથી રજુ થયેલા વકીલ વિરાગ ગુપ્તાએ પીઠને જણાવ્યું કે ચૂંટણી પંચને વિધાનસભા ચૂંટણી દરમિયાન શારીરિક દૂરી અને અનિવાર્ય રીતે માસ્ક પહેરવા માટે ડિજિટલ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જાગરૂકતા પેદા કરવી જોઈએ.

ગુપ્તાએ દલીલ કરી જ્યારે માસ્કનો ઉપયોગ અનિવાર્ય કરવા પર તમામ અધિકારી એકમત છે તો આ તર્કથી પરે છે કે આ નિયમને ચૂંટણી પ્રચાર દરમિયાન કેમ ન લાગુ કરવામાં આવે. કેન્દ્ર તરફથી સરકારના સ્થાયી અધિવક્તા અનુરાગ અહલુવાલિયાએ નોટિસ સ્વીકાર કરી.

Related posts

બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવા સોનૂ સૂદની અપીલ, વિદ્યાર્થીઓના સમર્થનમાં કરી આ વાત

ravi chaudhari

અમિતાભ બચ્ચને પોતાના ઘર જલસાને લઈ કર્યો ખુલાસો, જાણો કેટલી ફિલ્મોના થયા છે આ ઘરમાં શુટીંગ

ravi chaudhari

રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ કરી ત્રીજી પોસ્ટ, વિશ્વાસ જાળવી રાખવાની વાત લખી

madhuri rathod

Leave a Comment