રાજ્યમાં વિદ્યાર્થીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ (GUJCET)ની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે ટ્વીટર મારફતે જાહેર કરી હતી.
જે મુજબ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ પરીક્ષાનું પરિણામ આવતીકાલે એટલે કે 12-5-2022ના રોજ જાહેર થશે.
મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી દ્વારા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવાની તારીખની જાહેરાત કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, 12 મેંના રોજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે.
બોર્ડની પરીક્ષાનું પરિણામ અને ગુજકેટનું પરિણામ 12-5-2022ના રોજ સવારે 10.00 વાગ્યે જાહેર થશે. બોર્ડનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ શાળા ખાતેથી પરિણામ મેળવી શકાશે. આ અંગે વધુ માહિતી આજે સાંજ સુધીમાં બોર્ડની વેબસાઈટ પરથી મેળવી શકાશે.